પુરુષોએ રાતે જરૂરથી પીવું જોઇએ એક ગ્લાસ દૂધ

આમ તો દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ સવારની સરખામણીએ રાતે દૂધ પીવાથી ઘણા હોર્મોન્સ વધારે ઇફેક્ટિવ રીતે કામ કરે છે. ખાસ કરીને પુરુષોમાં એની અસર વધારે થાય છે.

આ કારણથી રાતે પીવું જોઇએ દૂધ:
દૂધમાં Tryptophan હોય છે જે બોડીને રિલેક્સ કરે છે. રાતે સૂતાં પહેલા દૂધ પીવાથી ઊંધ સારી આવે છે.
રાતે દૂધ પીવાથી મેટાબોલિઝ્મની પ્રોસેસ ફાસ્ટ થાય છે. એનાથી વજન ઝડપથી ઓછું થાય છે.
દૂધ ભારે હોય છે. સવારના સમયે દૂધ પીવાથી કબજિયાત થઇ શકે છે.

દૂધમાંથી મળી આવતું ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ મગજને શાંત કરીને સ્ટ્રેસ દૂર કરે છે. ઊંઘ સારી આવે છે.

દૂધમાં રહેલું પાણી ડાઇજેસ્ટિવ ટ્રેક્ટની સફાઇ કરીને ડિનરમાં ખાધેલા સ્પાઇસી ફૂડને ડાઇજેસ્ટ થવામાં મદદ કરે છે.

જાપાનમાં થયેલા એક રિસર્ચ મુજબ દૂધમાં રહેલું કેલ્શિયમ સ્ટ્રોકથી બચાવે છે.

દૂધમાં રેહલું કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાઇ બીપીમી સમસ્યાથી બચાવે છે.

દૂધમાં સેસિન અને પ્રોટીન હોય છે જે મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે. બોડી બિલ્ડીંગ માટે એ જ પ્રોટીનનો ઉપયોગ થાય છે.

એક ગ્લાસ દૂધમાં પુરુષોની રોજ જરૂરીયાતનો 37% કેલ્શિયમ હોય છે. એનાથી હાડકાંઓ મજબૂત થાય છે.

દૂધમાં રહેલું કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ બોડીને એનર્જી અને તાજગી આપે છે.

દૂધમાં રહેલું કેલ્શિયમ, મિલ્ક પ્રોટીન્સની સાથે મળીને ફેટ બર્નિંગ પ્રોસેસને ઝડપી કરે છે. એનાથી મેદસ્વિતાથી બચી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like