કાળી ચૌદશે એક દિવો પ્રગટાવી મેળવો આ પાંચ ફાયદા

કાર્તકની કૃષ્ણ ચતૃદર્શીને નરક ચતુદર્શીના નામે ઓળખવામાં આવે છે. એવી વાર્તા છે કે ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી 16000 કન્યાઓને મુક્ત કરાવી હતી. આ તમામ કન્યાઓની અપીલ પર કૃષ્ણે તેમની સાથે લગ્ન કરીને તેમની પત્નીનો દરજ્જો આપ્યો હતો. નરકાસુરનો વધ કરવામાં રૂકમણીએ પણ શ્રી કૃષ્ણની સહાયતા કરી હતી. તેથી જ આ ચતુદર્શીને રૂપ ચતુદર્શી પણ કહેવામાં આવે છે. આ દિવસનો સંબંધ પિતૃઓ અને યમરાજ સાથે સંબંધ ધરાવે છે.

કાળી ચૌદશના દિવસે ચારમુખી દિવો પ્રગટાવીને ઘરની બહાર રાખો. દિવામાં એક કોળી અને સિક્કો પણ રાખો. આ દિવાને પ્રગટાવવાનું શાસ્ત્રમાં ખુબ જ મહત્વ છે. એવી વાયકા છે કે આ દિવાના પ્રકાશથી પિતૃઓને પોતાના લોકમાં જવાનો રસ્તો દેખાય છે. જેનાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃઓની પ્રસન્નતાથી દેવતાં અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્યનો લાભ થાય છે.

ચતુદર્શીના દીપનું દાન કરવાથી સંતાન સુખમાં આવનારી તમામ બાધાઓ દૂર થાય છે. તેનાથી વંશમાં વૃદ્ધિ થાય છે. આ દિપથી અકાલ મૃત્યુ અને યમદંડનો ભય દૂર થાય છે. પિતૃઓ માટે કરવામાં આવેલ આ દીપદાન સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે અને ગંભીર રોગમાંથી મુક્તિ આપે છે. આ દિવસે દાન કરવાથી પુણ્ય ફલમાં વૃદ્ધિ થાય છે અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

 

You might also like