..તો હવે લીબું પાણીમાં ખાંડની જગ્યાએ ગોળ નાખો, થશે અઢળક ફાયદા

બ્લડ પ્રેશર લો થઈ ગયુ હોય કે ડિહાઈડ્રેશનની સમસ્યા હોય, લીંબુ પાણી તમામ સમસ્યાનો અક્સીર ઈલાજ છે. આ ખાટું મીઠું પીણું નાના-મોટા સૌને એટલુ બધુ ભાવે છે કે તે નિયમિત રૂપે દરેકના ઘરમાં બનતુ જ હોય છે. સામાન્ય રીતે આપણે લીંબુ પાણી બનાવતી વખતે તેમાં ખાંડ ઉમેરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણીમાં ગોળ ઉમેરવાથી કેટલા બધા ફાયદા થાય છે?

કેવી રીતે બનાવવું આ પાણી:
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને તમે આ શરબત બનાવી શકો છો.

સવારમાં લીંબુ પાણીમાં ગોળ મિક્સ કરીને પીશો તો ફટાફટ વજન ઉતારવા માંડશે. તેને કારણે મેટાબોલિઝમ વધે છે અને વજન ઉતારવામાં સરળતા રહે છે.

લીંબુમાં રહેલું વિટામિન C હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવનામાં આવે છે, તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

નિયમિત રીતે ગોળ નાંખેલુ લીંબુ પાણી પીવાથી તમારી ત્વચા ચમકદાર બને છે. આ પાણી મોઢામાં બેક્ટેરિયાને દૂર કરી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

લીંબુ પાણીમાં ખાંડને બદલે ગોળ નાંખવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ તે પી શકે છે અને તેમની શુગર પણ વધતી નથી.

You might also like