લીંબુના ગજબ ફાયદાઓ, ખીલ પણ કરશે દૂર અને ચેહરો ચમકાવશે

આપણી લાઇફ સ્ટાઇલ હાલમાં એટલી બદલાઇ ગઇ છે કે તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. ક્યારેક વજન વધે છે તો ક્યારેક ચહેરા પર ખીલ થવા લાગે છે. એવામાં અમે આપની સ્કિનને સુંદર બનાવતી કેટલીક આસાન ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમારી ખીલની સમસ્યાને જડમૂળથી મટાડી દેશે. અને ત્વચાને બનાવશે ચમકદાર

– સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. હવે તેનો રસ સૂકાઇ જાય તે પછી સ્નાન કરી લો. ત્યાર પછી દર એક કલાક ચહેરા પર રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુના રસમાં ગ્લિસરીન અને ખાંડ મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી કાયમ માટે રાહત મળે છે. તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.

– તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. 1/4 ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુ નીચવ્યા પછી લીંબુની છાલને એકઠી કરી તેને સૂકવી દો. સૂકાવા પર તેને પીસી લો હવે તેમા એક ચમચી ચણાનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવી લો. અડધા કલાક પછી ચહેરાને બરાબર ધોઇ લો. ખીલ, કરચલી અને ડાઘ-ધબ્બાની સમસ્યાથી જલદી જ આરામ મળશે.

– અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમા મીટુ અને એક ચમચી ગરમ પાણી મિકસ કરીને ગરમ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

– જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે.

You might also like