શું તમે જાણો છો એક HUG કરવાથી પૂરી થઇ જાય છે કેટલીક સમસ્યાઓ

જ્યારે તમે કોઇને ગળે મળો છો એટલે કે HUG કરો છો તો તે દાવાનું કામ કરે છે. HUG કરવાથી આપણને પોતાનું હોય એવો અનુભવ થાય છે. આપણને સુરક્ષાનો પણ અહેસાસ કરાવે છે. તો ચલો જાણીએ HUG કરવાથી
થતા ફાયદા વિશે…

1. તણાવની ખામી
શું તમે પોતાને થાકેલા અથવા ઉદાસ મહેસૂસ કરી રહ્યા છો? તો તમે કોઇને પ્રેમથી ગળે મળી લો. એનાથી શરીરમાંથી જે કાર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન નિકળે છે તે ઓછું થઇ જશે અને સેરોટીનીન હોર્મોનના વધારે ઉત્પાદનથી મૂડ બની જશે.

2. સંબંધોમાં સુધારો
કદાચ તમને ખબર નહીં હોય પરંતુ પ્રેમથી HUG કરવાથી સંબંધો વધારે મજબૂત બને છે. ગળે મળવાથી ઓક્સિટોન હોર્મોનનું ઉત્પાદન થાય છે. જેનાથી મન અને શરીર બંને શાંત થવા લાગે છે, જેનાથી પ્રેમનો સંચાર
થાય છે.

3. વિશ્વાસનો તાર
પ્રેમથી HUG કરવાથીએક અલગ પ્રકારનું સંવેદનશીલતાનું વાતાવરણ બની રહે છે, જેનાથી બંને વચ્ચે વિશ્વાસનો તાર બંધાઇ જાય છે. આ સકારાત્મક મનોભાવનાથી પરિવારના દરેક સભ્યોની વચ્ચે વિશ્વાસનું બંધન બને છે.

4. એન્ટી એજિંગ ઇફેક્ટ
ફક્ત 8 મીનિટ HUG કરવાથી હેપ્પી હોર્મોનના સંચારના કારણે સ્ટ્રેસ ઓછો થાય છે. જેની અસર મોઢા પર પડે છે. અને તે એન્ટી એજિંગનું કામ કરે છે.

5. સોજો ઓછો કરે
HUG કરવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે જેના કારણે ફ્રી રેડિકલ્સથી થનારા નુકસાનનું જોખમ પણ ઓછું થઇ જાય છે જેનાથી સોજો અને દુખાવો થવાનો અનુભવ ઓછો થઇ જાય છે.

6. બ્લડ પ્રેશરમાં ખામી
એન્ડોર્ફીન એટલે કે હેપ્પી હોર્મોનના નિષ્કાસનના કારણે લોહીનું સંચાર સારું થઇ શકે છે જેના કારણે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

7. દુખાવાથી રાહત
દિવસભર એક જ જગ્યા પર બેસીને કામ કરવાથી આખા શરીરમાં દુખાવો થવા લાગે છે તો ત્યારે કોઇ પેનકિલર લેવાની જગ્યાએફક્ત 8 મીનિટ HUG ખૂબ કામ કરે છે.

You might also like