લસણનાં દૂધનાં છે અનેક ફાયદા : જાણો શું છે પ્રયોગ અને પદ્ધતી

અમદાવાદ : લસણથી માત્ર શાકભાજી જ ટેસ્ટી અને ચટપટા બને છે તેવું નથી, તેનાથી તમારી કેટલીક બિમારીઓ પણ દુર થઇ જાય છે. આ ટેસ્ટ સાથે જ તમારા હેલ્થનો પણ પુરો ખ્યાલ રાખે છે. ઠંડીની સિઝનમાં સાઇટીકા જ્યારે પરેશાન કરે તેમાંથી છુટવા માટે તમારે રેગ્યુલર લસણનું દુધ પીવું પડશે. આનાથી સાઇટિક નસોમાં આવેલ સોજો અને દુખાવો ઓછા થશે અને તમને આરામ મળશે.

લસણનું દુધ એક પ્રાકૃતિક પીણું છે અને તેનાં કોઇ જ સાઇડ ઇફેક્ટ નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે આંતરડાનાં જીવડા મારવા માટે કરવામાં આવે છે. સાથે જ વાઇલ બેક્ટેરિયા સંક્રણ સામે લડવા માટે પણ તે સારૂ એન્ટિબાયોટીકનું કામ કરે છે. આ પીણું નસોનાં દુખાવામાં પણ આરામ આપે છે. કારણ કે તેમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે.

ગાર્લિક મિલ્કમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. વિટામીન એ, મિનરલ, પ્રોટીન, એજાઇમ્સ, વગેરે હોય છે. આ તમામ બેક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે. એવામાં દુખાવો આ દુધનું સેવન કરવા માત્રથી ભાગી જાય છે. આ રોગથી ડાયાબિટીઝ પણ કાબુમાં આવી જતું હોવાનું કહેવામાં આવે છે.

You might also like