મોઢાનો સ્વાદ વધારવા કરતાં ઘણી ઉપયોગી છે વરિયાળી

અત્યાર સુધી વરિયાળીનો ઉપયોગ તમે જમ્યા પછી મોંઢીનો સ્વાદ વધારવા માટે જ કર્યો હશે. પરંતુ આ સ્વાદ વધારવા કરતાં શરીરમાં ફાયદો પણ કરે છે. તો ચલો જાણીએ વરિયાળી ખાવાના ફાયદા વિશે.

1. વરિયાળી એક સારી ડિટાક્સીફાયર છે જે શરીરના ટોક્સિન્સને બહાર નિકાળી દે છે. તેમાં રહેલા ફાઇટો ન્યૂટ્રિએન્ટમાં કોન્સરરોધી ગુણ હોય છે. જે બ્રેસ્ટ કેન્સરના સેલ વધતા રોકે છે. વરિયાળી ચાવવાથી સ્કીન, પેટ અને કેન્સરની સંભાવના ઓછી થઇ જાય છે.

2. વરિયાળી લાલ લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં આયરનની પૂર્તિ બની રહે છે. અને લોહીનું પ્રમાણ વધી જાય છે જેનાથી એમોનિયા થવાનું જોખમ વધતું નથી. ગર્ભવતી મહિલાઓને લોહીની ખામીને પૂરી કરવા માટે વરિયાળીનું પાણી પીવું જોઇએ.

3. વરિયાળી ખાવાથી યૂટેરસ અને પેલ્વિકની આજુબાજુ લોહીનો પ્રવાહ બરોબર રહે છે જેનાથી સ્ત્રીને પિરીયડ્સ સમયે દુખાવામાં રાહત મળે છે. પિરીયડ્સમાં હોઉ તે દરમિયાન એક ચમચી વરિયાળી એક કપ પાણીમાં નાંખીને ઉકાળો જ્યાં સુધી તેનો રંગ બદલાઇ ના જાય સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગળીને પીવાથી દુખાવામાં રાહત થાય છે.

4. પાચન શક્તિ વધારવા સાથે વરિયાળીના નિયમિત સેવનથી મેટાબાલ્જિયમ લેવલ પણ વધે છે તેનાથી શરીર પણ ઊતરે છે. મરી સાથે વરિયાળી ચાવવાથી ઇન્સુલિનનું સ્તર સામાન્ય રહે છે. જેનાથી ડાયાબિટીસની સમસ્યા રહેતી નથી.

5. જમ્યાના તરત પછી વરિયાળી ખાવાથી બ્લડ પ્રેશર સામાન્ય બની રહે છે. લાલ લોહીના સેલ્સનું પ્રમાણ પણ વધી જાય છે.

You might also like