દાળ-ભાત ખાવાના 4 અદભૂત ફાયદા

નવી દિલ્હી: આપણામાંથી ઘણા બધાના ઘરે દરરોજ દાળ-ભાત બનતા હશે. ઘણા લોકોના ઘરે દાળ-ભાત બપોરનો મુખ્ય ખોરાક હોય છે તો ઘણા લોકોના ઘરે રાતનો ખોરાક હોય છે. પરંતુ દાળ-ભાત એક એવો ખોરાક છે જે આપણે રોજ કંટાળ્યા વગર બનાવીને ખાઇ શકીએ છીએ.

દાળ-ભાત પસંદ કરવા માટે ઘણા બધા કારણો છે. પહેલા તો તેનો સ્વાદ. સાદો અને મીઠા વાળો. દાળ-ભાતને પસંદ કરવાની બીજું એક કારણ છે કે તે જલદી તૈયાર થઇ જતા હોવાથી સમય બચે છે અને બનાવવામાં પણ સરળ રહે છે. દાળ-ભાત એવી વસ્તુ છે તે દરેક વર્ગના લોકો ભરપેટથી ખાય છે. દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર અને કોલોસ્ટોર હોય છે તેમજ ભાતમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેવા સંજોગે આ એક હેલ્દી ડાયટ છે.

1. દાળમાં ઘણા એવા એમીનો એસિડ જેવા તત્વો હોય છે જે ભાતમાં નથી હોતા. તેવા સંજોગે દાળ ભાત સાથે ખાવાથી તમને તેમાંથી સારા પોષક તત્વો મળી જાય છે.

2. દાળ-ભાત બંનેમાં ભરપૂર ફાઇબરનું પ્રમાણ હોવાથી આ એક સુપાચ્ય વાનગી છે. ફાઇબરના કારણે શરીરની પાચન ક્રિયા સારી બને છે. જો તમે સફેદ ભાતની જગ્યાએ બ્રાઉન ભાત ખાવો છો તો તે વધારે ફાયદાકારક છે. બ્રાઉન ભાતમાં સેલેનિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફોરસ અને મેગ્નેશિયમ જેવા મહત્વના ક્ષાર મળે છે.

3. જે લોકો માંસાહારી હોય છે તે લોકોમાં પ્રોટીનની કમી હોતી નથી, પરંતુ જે લોકો શાકાહારી ભોજન કરતા હોય તેમના માટે દાળમાંથી પ્રોટીન મળતું હોવાથી તે જ સારું માધ્યમ છે

4. એવું માનવામાં આવે છે કે ભાત ખાવાથી વજન વધી જાય પરંતુ એવું નથી. દાળ ભાત ખાવાથી ઘણા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. તેમાં દિવસભર થોડું -થોડું ખાવાની જરૂર પડતી નથી.

You might also like