દવા કરતાં પણ વધારે અસર કરે છે શંખપુષ્પી

શંખપુષ્પી એક ઉત્પાદક છે. શંખના જેવા આકારનું સફેદ ફૂલ હોવાને કારણે આ ફૂલને શંખપુષ્પી કહેવામાં આવે છે. શંખપુષ્પી દૂધ સમાન સફેદ ફૂલ છે. આ ભારતભરમાં પથ્થરવાળી જમીન પર જંગલી રૂપમાં જોવા મળે છે. એમાંથી સફેદ ફૂલોવાળી શંખપુષ્પીને જ દવા માનવમાં આવે છે. આર્યુવેદમાં દરેક પ્રકારના રોગોના રામબાણ ઇલાજ છે.

1. શંખપુષ્પી આર્યુવેદની નજરમાં સ્મરણશક્તિને વધારીને માનસિક રોગોને નષ્ટ કરે છે.

2. આ ફૂલને લેટિનમાં પ્લેડેરા ડેકૂસેટાના નામથી ઓળખવામાં આવે છે. જો તમારામાં મગજની નબળાઇ, અનિદ્રા, માનસિક રોગ, ચક્કર જેવા રોગની ફરિયાદ હોય તો તેનું પીસેલું ચૂર્ણ 1 1 ચમચી સવાર સાંજ ગળ્યા દૂધની સાથે અથવા મિક્સ કરેલી ચાસણી સાથે સેવન કરવાથી આ દરેક રોગોથી છુટકારો મળે છે.

3. ફ્રેશ શંખપુષ્પીના પંચાંગ મૂળિયા, ફળ, ફૂલ, થડ, અને પાનના રસને 4 ચમચી મધ સાથે સવાર સાંજ દરરોજ સેવન કરવાથી થોડાક મહિનામાં વાઇનો રોગ દૂર થઇ જાય છે.

4. તાવ આવ્યો હોય તો પણ તેને 1 1 ચમચી પાણી સાથે દિવસમાં બે ત્રણ વખત સેવન કરવાથી વધારે તાવના કારણે બગડેલું માનસિક સંતુલન ઠીક થઇ જાય છે.

5. શંખપુષ્પી વધી ગયેલું બ્લડ પ્રેશર સામાન્ય લાવે છે. પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે તણાવ અને અનિદ્રાજન્ય હાઇ બ્લડ પ્રેશર જેવી પરિસ્થિતિઓમાં શંખપુષ્પી ઘણી લાભદાયક છે.

You might also like