આરતી-ભજન દરમિયાન તાળીઓ શા માટે વગાડવામાં આવે છે?

જ્યારે પણ આપણે ઘરમાં કે મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ તો તાળીઓ પાડીએ છીએ. આ પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવી છે. આમ તો તાળી પાડવાને આસ્થા અને ભક્તિની સાથે જોડવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે મંદિરોમાં ભગવાનની આરતીની સમય, સાંજે ભજન દરમિયાન તાળીઓ કેમ પાડવામાં આવે છે? તો ચલો આજે અમે તમને આ પાછળનું રસપ્રદ કારણ જણાવીએ. જે જાણીને તમને પણ લાગશે નવાઇ.

હિંદુ ધર્મમાં આરતી અને ભજન દરમિયાન તાળી પાડવાના અવાજને શુભ માનવામાં આવે છે. એની સાથે જ સનાતન ધર્મની માન્યતા અનુસાર આરતી દરમિયાન એની સાથે સંયોજિત કરીને તાળી પાડવાથી ભગવાનમાં ધ્યાન લગાવવાની સાચી રીત કહેવામાં આવી છે.

ધ્યાન લગાવવાની સાથે સાથે આરતી દરમિયાન તાળી પાડવાના પણ બીજા કેટલાક ફાયદા છે. એનો સૌથી મોટો બીજો એક ફાયદો છે કે ખુશીના પ્રસંગે પાડવામાં આવતી તાળીઓનો અવાજ આપણાં કાનમાં સારો લાગે છે જેનાથી આપણી આસપાસના વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. તાળી પાડવી આપણા શરીર માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. એટલા માટે તાળી પાડીને આપણે ભગવાનની ભક્તિની સાથે સાથે વ્યાયામ પણ કરી લઇએ છીએ.

તાળી પાડવી ભાવનાત્મક રૂપની સાથે સાથે શારીરિક રૂપથી પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણે જ્યારે પણ તાળી પાડીએ છીએ તો આપણાં શરીરમાં ઉત્તેજના પેદા થાય છે જેનાથી આપણા શરીરનાં એક ખેંચાણ ઉત્પન્ન થવા લાગે છે અને એનાથી અમારી માંસપેશિઓ સક્રિય થઇ જાય છે.

તાળી પાડવી એક્યૂપ્રેશરની પદ્ધતિમાં ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. એના કારણે એક્યૂપ્રેશર બિંદુઓ પર પદબાણ પડે છે. જેનાથી આપણા શરીરમાં જરેક અંગોનો લોહીનો સંચાર વધી જાય છે.

http://sambhaavnews.com/

You might also like