રોજ સવારે પીવો આ શાકનો રસ, તમામ રોગમાંથી મળશે છૂટકારો

દૂધી સાવ સસ્તામાં મળી રહેતી શાકભાજી છે. દૂધી આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે. દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે. તે પેટને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે.

દૂધીના રસમાં સારી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ અને આયર્ન હોય છે. રોજ તેને પીવાથી બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને હાર્ટ અને હાઈ બીપી જેવી ઘણી બીમારીઓનો ખતરો ટળે છે. આયુર્વેદ મુજબ રોજ સવારે દૂધીના રસમાં થોડું મધ મિક્સ કરીને પીવાથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ અને એનર્જી મળે છે. તો આજે જાણી લો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ નાખીને પી લેશો તો કેવા સ્વાસ્થ્યવર્ધક ફાયદા મળશે.

દૂધીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી લીવરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેથી લીવર ડિસીઝનો ખતરો ટળે છે.

દૂધીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલમાં રહે છે અને ડાઇજેશન સુધરે છે.

દૂધીનો રસ અને મધ સાથે લેવાથી બોડીમાં એસિડ લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી એસિડિટીની પ્રોબ્લેમ પણ દૂર થાય છે.

દૂધીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ પ્રોસેસ ઝડપી બને છે. ફેટ જલ્દી બર્ન થાય છે અને સરળતાથી વજન ઉતરે છે.

દૂધીનો રસ અને મધ લેવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, તેનાથી હાઇબીપનો પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.

દૂધની રસમાં મધ મિક્સ કરીને પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, તેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.

દૂધીનો રસ અને મધના કોમ્બિનેશનમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર અને એન્ટીઑક્સીડેન્ટ્સ હોય છે. જેથી તેને પીવાથી કબજિયાત દૂર થાય છે.

દૂધીના રસ અને મધમાં રહેલી એન્ટીઓક્સીડેન્ટ્સ સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે. તેનાથી સ્કિન હેલ્ધી રહે છે.

દૂધીના રસમાં સારી માત્રામાં ફોસ્ફરસ હોય છે, તેને મધની સાથે પીવાથી દાંત મજબૂત અને હેલ્ધી બને છે.

દૂધીનો રસ અને મધ સાથે લેવાથી બોડીને સારી માત્રામાં પ્રોટિન અને કેલ્શિયમ મળી રહી છે.તેનાથી મસલ્સ સ્ટ્રોંગ બને છે.

You might also like