ઓહ! ‘કેળાની ચા’ થી થાય છે આ ફાયદા

તમે પણ વિચારી રહ્યા હશો કે ચાની અંદર કેળું નાખીને કોણ પીવે? પરંતુ કદાચ જ તમે જાણતા નહીં હોઉ કે કેળાની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. જો તમને સારી ઊંઘ આવે નહીં તો અને સૂતા દરમિયાન વચ્ચે વચ્ચે ઉઠી જાવ છો તો કેળા વાળી ચા પીવી ઘણા ફાયદાકારક છે.

સામાન્ય રીતે સારી ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળી લેતા હોય છે. પરંતુ જો તમે ઇચ્છો તો ઊઁઘની ગોળીની જગ્યાએ કેળાની ચા લઇ શકો છો. મોટાભાગે ઊંઘની ગોળી લેવાથી ભારેપણું, કબજિયાત અને પેટમાં દુખાવવાની ફરિયાદ થાય છે.

કેળામાં પોટેશિયમનું ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે તે મેગ્નેશિયમનો પણ ખજાનો છે. આ બંને તત્વ નસ સિસ્ટમને રિલેક્સ કરવાનું કામ કરે છે અને તણાવ ઓછો કરે છે.

કેળા વાળી ચા બનાવવામાં ફક્ત 20 મિનિટનો સમય લાગે છે. ઓક નાનું કેળું લો અને એક કપ પાણીમાં તજ નાખીને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળું નાખો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ફિલ્ટર કરીને પી લો.

You might also like