શું કામ મહિલાઓ પગમાં પાયલ પહેરે છે?

દરેક લોકો મોટાભાગે ભારતીય મહિલાઓ સહિત વિદેશી મહિલાઓના પગમાં પાયલ પહેરેલી જોવે છે. જેની ઉપર આપણું કોઇ દિવસ ધ્યાન નથી ગયું કે શું કામ મહિલાઓ પગમાં પાયલ પહેરે છે. એ માટે અમારી પાસે એક જ જવાબ છે કે પગની સુંદરતા વધારવા માટે પગમાં પાયલ પહેરે છે. પરંતુ આ પાછળ પણ ઘણા રાઝ છુપાયેલા છે જે આજે અમે તમને જણાવીશું.

સ્ત્રીઓના સોળ શ્રૃંગારમાં પાયલનું પણ એક મહત્વનું સ્થાન છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે પગમાં પાયલ પહેરવાથી દેવી શક્તિ આકર્ષિત થાય છે. જેનાથી ઘમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ સાથએ જ પાયલ સાનું અથવા ચાંદીની બનેલી હોય છે. આ હંમેશા પગમાં ઘર્ષણ કરે છે. જેના કારણે પગમાં આ તત્વોથી મજબૂતી મળે છે.

પાયલમાંથી આવતો અવાજ ઘરમાં આવનારી નકારાત્મક શક્તિઓ પર લગામ રાખે છે. તથા આ શક્તિઓને ઘરમાં પ્રવેશ કરતાં રોકે છે. અને આખા વાતાવરણને પવિત્ર કરે છે. આની ધાતુ આપણા શરીર માટે લાભદાયક હોય છે. કારણ કે ઘણા રોગો માટે ધાતુની ભસ્મનો ઉપયોગ કરવામાં આવ છે.

આની સાથે જ આ ધાર્મિક આધારો ઉપર પણ ઘણી પવિત્ર માનવામાં આવે છે. સાથે પાયલનો અવાજ પણ લોકો માટે સુરમ્ય વાતાવરણ ઉત્પન્ન કરે છે. એટલા માટે મહિલાઓ પોતાના પગમાં પાયલ પહેરે છે.

You might also like