1 ચમચી એલોવેરા સાથે મિક્સ કરીને ખાશો આ ચીજ, થશે ખૂબ ફાયદા

એલોવેરા એક ઓષધીય ઝાડ છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓમાં થાય છે. એલોવેરા જેલના એક નહીં માત્ર ઘણી બધી બ્યૂટી અને સ્વાસ્થ્યથી જોડાયેલા લાભ છે. એલોવેરા જ્યુસ પીવાથી શરીરમાં થનારી પોષક તત્વોની ખામી પૂરી થઇ જાય છે. આ ઉપરાંત એનાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર રહે છે. જો તમે પણ જીંદગીભર બધા રોગોથી દૂર રહેવા માંગો છો તો 1 ચમચી એલોવેરાનું સેવન કરો. આજે અમે તમને જણાવીશું કે કઇ કઇ ચીજો સાથે એલોવેરા જ્યુસ અને જેલ લેવાથી કઇ કઇ પરેશાનીઓ દૂર થાય છે.

ગેસ્ટ્રિક પ્રોબ્લેમ
એક ચમચી એલોવેરા જ્યુસમાં ગાયનું ઘી અને સીંધારું નાંખીને પીવાથી ગેસ્ટ્રિકની સમસ્યા દૂર થાય છે.

ખાંસી અને કફ
એલોવેરાના ટુકડાં ગરમ કરીને એમાંથી છાલ નિકાળીને એમાં મરી અને મીઠું નાંખીને ચૂસો.

કમરનો દુખાવો થશે દૂર
લોટમાં એલોવેરા જ્યુસ મિક્સ કરીને એની રોટલી બનાવીને ખાવાથી કમરનો દુખાવો ઝડપથી ગાયબ થઇ જાય છે.

બાળકની પથારી ભીની કરવાની ટેવ
મોટાભાગે બાળકો પથારી ભીની કરવાની આદત હોય છે. એવામાં એલોવેરા જેલમાં શેકેલા કાળા તલ અને ગોળ મિક્સ કરીને લાડુ બનાવી લો. બાળકોને રોજ ખવડાવો. એનાથી બાળકની આ ટેવ દૂર થઇ જશે.

કબજિયાત
1 ચમચી એલોવેરા જેલમાં 2 3 ચમચી કેસ્ટર ઓઇલ મિક્સ કરીને રાતે પી જાવ. એનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે.

http://sambhaavnews.com/

You might also like