પાલક ખાતા પહેલા ચેતી જજો, તેનું સેવન પડી શકે છે ભારે

આયર્નથી ભરપૂર પાલકના અનેક ફાયદા છે. તે શરીરના પીએચ લેવલને મજબુત કરે છે. સાથે જ જેને હાઇ પ્રોટીનની જરૂર છે. તેમના માટે ઉમદા વિકલ્પ છે પાલક. પરંતુ કેટલાક સંશોધનમાં એ વાત સામે આવી છે કે પાલકથી કેટલાક નુકશાન પણ થાય છે. જાણો કેવી રીતે આ નુકશાનથી બચી શકાશે.

પાલકનું સેવન ફાયદા કારક છે પરંતુ નિશ્ચિત માત્રામાં તે હોવું જોઇએ. એક હદ કરતા વધારે તેનો ઉપયોગ નુકશાન કરતા છે. પાલકમાં ખૂબ જ ફાયબર હોય છે. એક કપ સૂપમાંથી 6 ગ્રામ ફાયબર પ્રાપ્ત થાય છે. ઉમદા પાચન માટે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ ફાયબરની વધારે પડતી માત્રા અપચાનું જોખમ ઉભુ કરે છે. જેનાથી કબજીયાત ગેસ જેવી સમસ્યા સર્જાય છે. ઘણી વખત વધારે પડતા ફાયબરને કારણે માથુ દુખવુ અને ડાયેરિયા જેવી પરિસ્થિતી સર્જાય છે.

એવું પણ સામે આવ્યું છે કે વધારે પડતી પાલક ખાવાથી કિડનીમાં પથરી થાય છે. તેનું કારણ છે પાલકમાં હાજર ઓર્ગેનિક પદાર્થ યૂરિક એસિડમાં પરિવર્તિત થાય છે. જેના કારણે પથરી થાય છે. ઘણી વખત વધારે પાલક ખાવાથી ત્વચા સંબંધિત મુશ્કેલીઓ પણ સામે આવે છે. ગળામાં બળતરા ખંજવાળ કે પછી એલર્જી જેવી પરિસ્થિતી સર્જાય છે. પાલક દાંતમાં પણ ફસાઇ જાય છે. તેથી તેને ખાધા પછી તુરંત બ્રશ કરી લેવું જોઇએ.

visit: sambhaavnews.com

You might also like