આગામી સામાન્ય બજેટમાં શું લોકભોગ્ય હશે?

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આગામી ૨૯ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. પાછલાં વર્ષે બજેટમાં મધ્યમ વર્ગને બહુ મોટી રાહત ન આપનાર નાણાપ્રધાન આ વખતે કહી ચૂક્યા છે કે બજેટ લોકભોગ્ય નહીં હોય. તેમ છતાં પણ નોકરિયાત લોકો માટે બજેટમાં કેટલીક રાહત મળી શકે છે.

• ૦૧.૦૧.૨૦૧૬થી સાતમા પગારપંચે કરેલી ભલામણ અનુસાર પગાર, પેન્શન અને ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળી શકે છે.
• ભલામણ અનુસાર એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાની જાહેરાત થઇ શકે.
• ભેલ, ઓએનજીસી, આઇઓસી અને એચપીસીએલ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રોડમેપ તૈયાર.
• સિંચાઇ માટે કેન્દ્રની નવી યોજનાનું એલાન. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે રેવન્યૂ મોડલ ઊભું કરાશે.
• મધ્યમ વર્ગને રાહત મળે તે રીતે આવકવેરામાં હાલની મર્યાદા છે તેમાં વધારો કરવામાં આવી શકે છે.

You might also like