જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને દસ્તાવેજોમાં છેડછાડ કરી હોવાનું કૌભાંડ સામે આવતાં વકીલ આલમમાં ચકચાર મચી ગઇ છે. દીવાની દાવામાં જેની વિરુદ્ધમાં આરોપ છે તેમને ફાયદો કરાવવા માટે બેન્ચ ક્લાર્કે (સુપરિન્ટેન્ડેન્ટે) રોજ કામમાં છેડછાડ કરી હતી. બેન્ચ ક્લાર્કે દીવાની દાવાના ફરિયાદીને ખોટી નોટિસ ઇશ્યૂ કરી હતી.

જેના આધારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.  એસ.જી.હાઇવે પર આવેલ જગતપુર રોડ પર પાઇન ફ્રસ્ટમાં રહેતા અને ગુજરાત હાઇકોર્ટના અેડિશનલ રજિસ્ટાર(લિગલ લો એન્ડ ઇન્કવાયરી) રઘુપતિ.એ.એસે શાહપુર પોલીસ સ્ટેશનમાં મીરજાપુર ગ્રામ્ય કોર્ટના બેન્ચ કલાર્ક (સુપરિન્ટેન્ડેન્ટ) સહિત છ લોકો વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સોલા ગામમાં જીવતીબહેન ઠાકોરની એક જમીન વર્ષ ૨૦૦૫માં પૂંજીબહેને બનાખત કરીને વેચાણ રાખી હતી. જીવતીબહેને જમીન પૂંજીબહેનને વેચી દીધેલી હોવા છતાંય વેચાણ દસ્તાવેજ થયો નહીં. જેનો લાભ લઇને સોલામાં રહેતા ગાભાજી ઠાકોરે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ગાભાજી ઠાકોરે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ કાંતિભાઇ પુરુષોત્તમભાઇ પટેલ (રહે અજન્ટા સોસાયટી, કલોલ) અને ગોવિંદભાઇ પટેલ (રહે. ગ્રીન મેટ્રો સાયન્સ સિટી) રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

પૂંજીબહેનની જમીન બારોબાર કાંતિભાઇ અને ગોવિંદભાઇને ગાભાજીએ વેચી દેતાં ત્રણેય વિરુદ્ધમાં મીરજાપુર ખાતે આવેલી સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં દીવાની દાવો કર્યો હતો. દાવો કરતાં કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ કરવામાં આવ્યો હતો. તારીખ ૧૦ માર્ચ ૨૦૧૭ના રોજ પૂંજીબહેનના દસ્તાવેજો રજૂ કરીને તપાસ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી પર ૭ એપ્રિલ ૨૦૧૭ની મુદત કોર્ટે આપી હતી.

પુંજીબહેને અરજી કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. જેથી ૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ તેમના વારસદારોને જોડવા માટેની અરજી કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે પૂંજીબહેનના વારસદારને નોટિસ ઇશ્યૂ કરીને ૯ મે ૨૦૧૭ની મુદત આપી હતી. ૯ મે ના રોજ પૂંજીબહેનના વારસદાર તરફથી હરજીવનભાઇ પટેલ કુલમુખત્યાર (કોર્ટની કામગીરી કરવાનાે પાવર આપે) તરીકે કોર્ટમાં ગયા હતા પરંતુ તેમની મેટર બોર્ડ પર આવેલ નહીં.

હરજીવનભાઇએ તેમના વકીલને આ મામલે જાણ કરી હતી. જેથી વકીલે મીરજાપુર ગ્રામ્ય કોર્ટના ત્રીજા એડિશનલ સિવિલ કોર્ટના જજ એમ.કે.ભટ્ટ પૂછ્યું હતું. જજ એમ.કે. ભટ્ટે તેમના બેન્ચ ક્લાર્ક (સુપરિન્ટેન્ડેન્ટ) વી.જે.વિનોદિયાને બોલાવીને કેસ બોર્ડ પર કેમ નથી આવ્યો તે અંગે પૂછ્યું હતું. વી.જે.વિનોદિયાએ જજ સમક્ષ રજૂઆત કરી હતી કે પૂંજીબહેનના વારસદાર હાજર નથી અને કોર્ટમાં હાજર રહેતા નહીં હોવાથી દીવાની દાવો તારીખ ૧૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ ડિસમિસ કર્યો છે.

વી.જે.વિનોદિયાએ પૂંજીબહેનના દીવાની દાવાના તમામ ડોક્યુમેન્ટ જજ સમક્ષ રજૂ કર્યા હતા. જજે આ દીવાની દાવાના કાગળો તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બેન્ચ ક્લાર્ક વી.જે.વિનોદિયાએ કોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટો રેકર્ડ ઊભો કર્યો છે. કુલમુખત્યાર હરજીવનભાઇ પટેલે ડિસમિસ કરેલા દાવાને ફરીથી ચલાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તો બીજી

You might also like