બ્રસેલ્સમાં રેલવે સ્ટેશન પર વિસ્ફોટઃ શકમંદને ઠાર મરાયો

બ્રસેલ્સઃ બ્રસેલ્સમાં સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર આજે એક વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના દરમ્યાન એક શકમંદને પોલીસે ઠાર મારી દીધો હતો. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સનું એક રેલવે સ્ટેશન વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું. તેના કારણે શહેરના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ખાલી કરવામાં આવ્યું છે. તેની નજીકના પ્રવાસન સ્થળો પણ ખાલી કરાવાયાં હતાં. માર્ચ ર૦૧૬માં શહેરનાં એરપોર્ટ અને મેટ્રો પર થયેલા બેવડા હુમલા બાદ બ્રસેલ્સ હાઇ એલર્ટ પર હતુ.

બેલ્જિયમ અખબાર લા લીબરે સરકારી વકીલોને ટાકીને જણાવ્યું હતું કે આરોપીએ એક મોટી બેગ લટકાવી રાખી હતી અને વિસ્ફોટકોનો એક બેલ્ટ પણ પહેર્યો હતો. આ આરોપી સૈનિકોની નજરે ચઢતાં તેણે પોતાના યંત્રને ડિટોનેટ કર્યું હતું અને તેના કારણે વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાએ કેટલાય સાક્ષીઓને ટાંકીને જણાવ્યું છે કે આરોપીએ વિસ્ફોટ કરતાં પહેલાં ‘અલ્લાહ-હો-અકબર’ની બૂમ પાડી હતી.

રેલવે સોટિંગ એજન્ટ નિકોલસવાન હેરેવેગને સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું હતું તે જ્યારે ‘અલ્લાહ-હો-અકબર’ની બૂમ પાડી રહ્યો હતો ત્યારે તેણે કરેલા વિસ્ફોટને કારણે એક ટ્રોલી વિસ્ફોટમાં ઊડી ગઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે આ મોટો વિસ્ફોટ ન હતો પરંતુ તેની અસર ઘણી મોટી હતી. નિકોલસવાનના જણાવ્યા પ્રમાણે આરોપી હાઇટ-બોડી ધરાવતો હતો. તેના વાળ નાના હતા. તેણે સફેદ શર્ટ અને જિન્સ ધારણ કર્યાં હતાં.
http://sambhaavnews.com/

You might also like