બેલ્જિયમ ગ્રાં-પ્રીઃ F1 કરિયરની ૨૦૦મી રેસ જીત્યો લૂઇસ હેમિલ્ટન

બેલ્જિયમઃ મર્સિડીઝના ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટને બેલ્જિયમ ગ્રાં-પ્રી રેસ જીતવાની સાથે જ ફોર્મ્યુલા-૧ કરિયરની પોતાની ૨૦૦મી રેસ પર કબજો જમાવી દીધો. આ પહેલાં હેમિલ્ટને આ રેસમાં પોલ પોઝિશન હાંસલ કરી હતી. ત્યારબાદ તેણે ગત રવિવારે ફાઇનલ રેસમાં જીત નોંધાવી હતી. હેમિલ્ટને પોતાના કટ્ટર હરીફ અને ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટેલ પાસેથી આ જીત છીનવી લીધી હતી. વેટેલે આ રેસમાં બીજું સ્થાન મેળવ્યું હતું. પોતાની જીત બાદ એક નિવેદનમાં હેમિલ્ટને કહ્યું, ”ટીમે ઘણું સારું કામ કર્યું અને વેટેલને સારી ટક્કર આપી હતી.” આ રેસમાં રેડ બુલના ડેનિયલ રિકિયાર્ડોને ત્રીજું, કિમી રાઇકોનેનને ચોથું અને મર્સિડીઝના વેટારી બોટાસને પાંચમું સ્થાન હાંસલ થયું હતું. હેમિલ્ટને ગત શનિવારે ક્વોલિફાઇંગ રેસ દરમિયાન ૬૮મી વાર પોલ પોઝિશન હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો.

You might also like