જર્સી ગાયોના છાણ-ઓડકારથી પર્યાવરણને જોખમ

અમદાવાદ: દુનિયાભરમાં વૈજ્ઞાનિકો એ સંશોધનમાં લાગેલા છે કે વાતાવરણના ફેરફારને કેવી રીતે નિપટવું. જામનગરની આયુર્વેદ યૂનિવર્સિટીના એક રિસર્ચરે એવો દાવો કર્યો છે કે પશ્વિમિ દેશોની ગાયોના ઓડકારના કારણે ઓઝોન લેયર પર ખરાબ અસપ પડી રહી છે તો બીજી બાજુ ભારતીય દેશી ગાય ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર નથી.

ડો હિતેશ જાનીને ગુજરાત ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડે ગાયોના ઓડકારથી પર્યાવરણ પર પડનારી અસરની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોતાના રિસર્ચ પેપર પર જાનીએ કહ્યું છે કે પશ્વિમિ દેશોની ગાય ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.

ભારતમાં અમે દેશી ગાયો પર વધારે ધ્યાન ના આપતા મોટી જર્સી ગાય દિવસભર ખાતી પીતી રહે છે. એ વધારે બીમાર રહે છે અને એમને એન્ટીબાયોટિક પણ વધારે આપવામાં આવે છે. આ ગાયોના છાણમાં મીથેન ગેસ નિકળે છે જેનાથી ઓઝોન લેયરમાં અસર થઇ રહી છે. આ પેપરમાં ભારતીય મૂળની ગાયોની પશ્વિમિ ગાયોની સરખામણીમાં વખાણ કરવામાં આવ્યા છે.

રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યું છે કે પશ્વિમિ ગાયોનું એ 1 દૂધ બીમારીઓનું કારણ બને છે તો એ 2 દેશી ગાયોનું દૂધ કેટલીક બીમારીઓ માટે દવાઓ જેવું કામ કરે છે. એ 1 મિલ્કમાં 7 એમિનો એસિડ હોય છે જે મનુષ્યની અંદરના અંગો સાથે રિએક્ટ કરે છે. ન્યૂઝીલેન્ડના એક વેટનરી વૈજ્ઞાનિક અને પ્રોફેસરના જણાવ્યા અનુસાર અ દૂધ ડાયાબિટીસ, દિલથી જોડાયેલા રોગ, ઓટિમ્સ જેવી બીમારીઓનું કારણ બને છે.

પેપરમાં એવું પણ લખ્યું છે કે એ 2 મિલ્ક સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે અને એમાં ઘણા એવા તત્વો હોય છે જે આપણા પ્રતિરોધક તંત્રને મજબૂત કરે છે.

You might also like