રાષ્ટ્રપતિના ભાષણથી કપડાં ઉતારીને કામ કરવા લાગ્યા લોકો, તસવીરો જોઇને થશે આશ્વર્ય

યૂરોપ: બેલારૂસના લોકો આજકાલ ઓફિસમાં પાડેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ ફોટાની ખાસ વાત એ છે કે આ ફોટા નગ્ન છે. હવે સવાલ એ છે કે કોઇ ઓફિસમાં નગ્ન કેમ જશે, તો જવાબ છે કે બેલારૂસના રાષ્ટ્રપતિની જીભ લપસી જતાં લોકો ઓફિસમાં નગ્ન જઇ રહ્યાં છે.

જો કે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેન્કોની જોશીલી અપીલનો ત્યાંની જનતાએ અજીબો ગરીબ અંદાજમાં જવાબ આપ્યો છે. એલેકઝેંડરે તાજેતરમાં જ કહ્યું હતું કે ‘ભલે કપડાં ઉતારીને કામ કરો પરંતુ ત્યાં સુધી કામ કરો જ્યાં સુધી પરસેવો ના છૂટી જાય.’ પછી શું લોકોએ પણ પોતાના રાષ્ટ્રપતિની વાતોને દિલથી લગાવી દીધી.

સમાચારો અનુસાર રાષ્ટ્રપતિએ ‘ડેવલોપ’ શબ્દની જગ્યાએ ‘અનડ્રેસ’ બોલી દીધું હતું. પછી શું ભાષણના થોડા દિવસો બાદ બેલારૂસના લોકોએ એવો જવાબ આપ્યો જેની કલ્પના કદાચ જ કરી શકાય. લોકોએ ઓફિસમાં નગ્ન અવસ્થામાં કામ કરતાં પોતાના ફોટા પાડ્યા અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધા.

#раздеватьсяиработать #беларусь #минск #it #performance #irm #irmcreative

A photo posted by IRM Creative (@irm.by) on

લોકોએ પોતાના કામ કરતાં કપડાં પહેર્યા વિનાના ફોટા અપલોડ કરવાનો સિલસિલો સોશિયલ મીડિયા પર શરૂ થયો તો અટકવાનું નામ લીધું જ નહી. જોતજોતાંમાં ડઝનો એવા ફોટા સોશિય મીડિયા પર શેર થવા લાગ્યા. કપડાં પહેર્યા વિના તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા બાદ #getnakedandwork નામથી હૈશટૈગ ટ્રેંડ કરવા લાગ્યો.

#раздеватьсяиработать Брат в Гомеле живёт, подсказал как от жары спасаться) A photo posted by Артём Клобуцкий (@artem.klobutskiy) on

You might also like