પદ્મશ્રી શાયર બેકલ ઉત્સાહીનું બ્રેન હેમરેજથી નિધન

નવી દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને જાણીતા કવિ બેકલ ઉત્સાહીનું શનિવારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. બલરમાપુરના રહેવાસી બેકલ પદ્મશ્રી અને યશ ભારત કી જેવા સમ્માનોથી સમ્માનીત કરવામાં આવ્યા હતા. ગઇ કાલે તેઓ તેમના દિલ્હી સ્થિત નિવાસ્થાને બાથરૂમમાં પડી ગયા હતા. જ્યાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.

બ્રેન હેમરેજ બાદ દિલ્હી સ્થિત રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલત ગંભીર હોવાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.  જ્યારે આજે સવારે તેમનું નિધન થયું હતું.

બેકલ ઉત્સાહીનો  જન્મ 1 જૂને બલરામપુરમાં થયો હતો. તેમના પિતા લોધી મોહમ્મદ જફર ખાને તેમનું નામ મોહમ્મદ શફી ખાન રાખ્યું હતું. એક વખત તેઓ દેવા શરીફ મજાર પર ગયાં જ્યાં હાફિઝે તેમને જોઇને એક કહેવત કહી, બેદમ ગયા, બેકલ આયા. તે દિવસથી મોહમ્મદ શફી ખાને પોતાનું નામ બેકલ રાખી દીધું. તેઓ 1952માં પંડિત જવાહર લાલ નહેરૂના કાર્યક્રમાં શામેલ થવા માટે ગોંડા ગયા હતા. જ્યાં તેમણે કિસાન ભારત કા કવિતાનું પઠન કરીને નહેરૂનું સ્વાગત કર્યું હતું. નહેરૂ તેમની કવિતાથી પ્રભાવિત થયા હતા અને તેમને ઉત્સાહિ શાયર ગણાવ્યા હતા. ત્યાર બાદ તેમને લોકો બેકમ ઉત્સાહિના નામથી ઓળખવા લાગ્યા હતા.

home

You might also like