અભિનેત્રી બનવા અંગે ક્યારે પણ વિચાર્યું નહોતુ : પરિણીતી

મુંબઈ: અભિનેત્રી પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ થોડા સમયમાં આવી રહી છે. આ અંગે અભિનેત્રીએ જણાવ્યું કે ક્યારેય વિચાર્યુ ન હતું કે અભિનય ક્ષેત્રે કામ કરશે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘ લેડીસ વર્સેસ રિકી બહેલ’ માં શાનદાર અભિનય કરનાર અભિનેત્રીએ ‘ઈશકઝાદે’ , ‘શુધ્ધ દેશી રોમાંસ’, હંસી તો ફસી અને દાવતે-એ-ઈશ્ક માં કામ કર્યુ છે.

પોતાની ફિ્લ્મ કારકિર્દી અંગે વાત કરતાં જણાવ્યું કે ‘ મારું ક્યારેય એવું સ્વપ્ન નહોતુ કે હું અભિનેત્રી બનું કે અભિનયની દુનિયામાં કારકિર્દી ઘડું. એક ફિલ્મ કરવાની હા પાડી પરંતુ જ્યારે મારી પ્રથમ રીલીઝ થઈ ત્યારે મને લાગ્યું કે જાણે હું સ્વપ્નમાં જીવી રહી છું. મે ધણાં લોકોને મારી ફિલ્મ નિહાળતા, પ્રેમ કરતાં અને મારા માટે રસ્તાઓ પર આવતા જોયા.

પરિણીતિ બોલિવુડના એ કલાકરોમાં છે કે, જે માર્ક બેનિંગટનની ફોટો દ્વાર સજાવેલી લિવિંગ ધ ડ્રીમ માં સમાવેશ હતો. આ પુસ્તકમાં પરિણીતીની જે ફોટો છે તે ઈશકઝાદે ફિલ્મ રીલીઝ થઈ ત્યારબાદ ફેન સાથે લેવામાં આવી હતી.

બેનિંગટને લીધેલા આ ફોટો અંગે અભિનેત્રી જણાવ્યુ કે ‘આ પુસ્તકમાં મારો ફોટો ખાસ છે’ ‘લિવિંગ ધ ડ્રીમ’ હાર્પર કોલિન્સ ઈન્ડીયાએ આ ફોટાને પ્રકાશિત કર્યા છે. તેના રોલ કરણ જોહરે લખ્યા છે અને કાસ્ટિંગ ડાયરેક્ટર શાનું શર્મા પણ આ પુસ્તકમાં ધણુ ખરુ પ્રદાન આપ્યું છે.

You might also like