પેરન્ટ્સ બનવું ખાસ અનુભવઃ ગુલ પનાગ

અભિનેત્રી અને ભૂતપૂર્વ ‘મિસ યુનિવર્સ’ ગુલ પનાગ ૩૯ વર્ષની થઇ ચૂકી છે. તેણે ૨૦૧૧માં પોતાના પાઇલટ બોયફ્રેન્ડ ઋષિ અત્રિ સાથે લગ્ન કર્યાં. હજુ છ મહિના પહેલાં જ તે માતા બની છે. બહુ જ સફળતાપૂર્વક તેણે ખુદને મીડિયાથી બચાવી. હવે તે માતૃત્વ સુખ સાથેના વિવિધ પહેલુ પર ખૂલીને વાત કરી રહી છે.

ગુલ કહે છે કે ઋષિ અને હું હંમેશાં અમારી પ્રાઇવસીને વધુ મહત્ત્વ આપીએ છીએ. પેરન્ટ્સ બનવું એક ખાસ અનુભવ છે. અમે એ નિર્ણય લીધો કે અમે લોકોનું ધ્યાન ખેંચ્યા વગર આ સમયમાંથી પસાર થઇશું. પરિવારના સભ્યો અને મિત્રો પુત્ર નિહાલ અંગે જાણતા હતા, પરંતુ અમને સોશિયલ મીડિયા પર કંઇ પણ પોસ્ટ કરતાં રોક્યાં.

હવે અમારો પુત્ર છ મહિનાનો થઇ ચૂક્યો છે અને તે અમારા મારે રોલર કોસ્ટરની સવારી જેમ છે. તેનું હસવું મને ખુશી આપે છે. ભલે મારી ઊંઘ કેમ ન બગડે? નિહાલને લઇ મારા અને ઋષિમાં એક સારી સમજ છે.

ગુલ કહે છે કે અમારી પાસે નામનું લાંબું લિસ્ટ હતું. નિહાલનો અર્થ થાય- ખુશી, સફળતા અને જીત. જે આપણને ભગવાનના આશીર્વાદથી મળે છે. ઋષિ અને મારું માનવું છે કે એક સિદ્ધાંતવાદી અને સારી જિંદગી જીવવાથી આપણને સાચી સફળતા મળે છે.

નિહાલ નામથી આ બધું જ પ્રતિબિંબિત થાય છે. ગુલ ફિટનેસ અંગે વાત કરતાં કહે છે કે નિહાલનો જન્મ પ્રીમેચ્યોર થયો હતો. તેથી મારું વજન વધારે વધ્યું ન હતું. ગર્ભાવસ્થા દરમિયાન મેં ધ્યાન રાખ્યું કે હું માત્ર સ્વાસ્થ્યવર્ધક પદાર્થોનું સેવન કરું અને હંમેશાં એક્ટિવ રહું. મારા માટે મારા વર્કઆઉટ પર પાછાં ફરવું અને વધારાનું વજન ઘટાડવું સરળ રહ્યું. •

You might also like