ચીનની રાજધાનીમાં વાયુ પ્રદુષણ : 3 દિવસ રહેશે શહેર બંધ

બેઇજિંગ : બેજિંગ : ચીનના પાટનગર બેજિંગે પ્રદૂષણ માટે સૌ પ્રથમ ‘રેડ એલર્ટ’ જાહેર કર્યો હતો. બેજિંગ શહેરની સરકારે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે મંગળવારથી ગુરુવાર સુધી શહેર પર ગાઢ ધુમ્મસ છવાઈ જશે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં અપનાવવામાં આવેલ ચાર સ્તરીય ચેતવણી પધ્ધતી પૈકી ‘રેડ એલર્ટ’ સૌથી ગંભીર ચેતવણી છે. આ ચેતવણી આજે જાહેર કરવામાં આવી હતી. તેનો મતલબ એમ થાય કે સત્તાવાળાઓએ સતત ત્રણ કરતાં વધુ દિવસ સુધી પ્રદૂષણને લીધે ગાઢ ધુમ્મસ છવાયેવું રહેવાની આગાહી કરી છે.

ચીનના નેતાઓએ વાયુ પ્રદૂષણ સહિત પર્યાવરણને નુક્સાન પહોંચાડનારા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આર્થિક વિકાસના ઘણાં દાયકાથી વાયુ પ્રદૂષણને લીધે ઘણાં મોટા શહેરો પર ધૂમ્મસ છવાયેલું રહે છે. ગયા અઠવાડિયે ભારે ધુમ્મસ બાદ જારી કરાયેલી નોટિસમાં ૨૨.૫ મિલિયન લોકોની વસતિ ધરાવતા શહેરમાં કેટલાક પ્રકારના વાહનો માટે પરિવહનના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

આ મહિનામાં આ બીજી વખત ખૂબ પ્રદૂષિત બેજિંગમાં લાંબો સમય સુધી વાયુ પ્રદૂષણને લીધે ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. પ્રદૂષણ માટે વાહનોનો ધૂમાડો અને બાંધકામ તથા ફેક્ટરીઓમાં ચાલતી કામગીરી સહિત કોલસા આધારિત વીજ મથકોને સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે.

ચીનની રાજધાનીમાં પહેલીવાર પ્રદુષણનાં મુદ્દે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે બેઇજિંગ સિટી ગવર્નમેન્ટે આ અંગે ચેતવણી જાહેર કરતા કહ્યું કે મંગળવારથી લઇને ગુરૂવાર સુધી સંપુર્ણ શહેરમાં ધુડીયું વાતાવરણ જોવા મળશે. ચીનની સરકારે પર્યાવરણમાં થયેલા ખતરનાક ફેરફાર પર કાબુ મેળવવા માટેનો સંકલ્પ લીધો છે. સરકારે એરપોલ્યુશનનાં મુદ્દે પણ ચિંતિત છે કારણ કે તેનાં કારણ કે તેનાં કારણે ઘણા શહેરોમાં વાતાવરણ ધુંધળુ રહે છે. વાતાવરણમાં આવી રહેલા ભયંકર પરિવર્તન માટે વિકાસ પાછળની આંધળી દોટ જ જવાબદાર છે.

એક ઓનલાઇન સ્ટેટમેન્ટમાં બેઇજિંગ સિટી ગવર્નમેન્ટે કહ્યું કે બહાર ચાલી રહેલા તમામ નિર્માણ કાર્યોને રેડ એલર્ટનાં દિવસોમાં અટકાવવું ખુબ જ જરૂરી છે. સાથે સાથે શાળાઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવસો દરમિયાન શાળાઓ બંધ રાખે. ગત્ત અઠવાડીયે ભારે ધુમ્મસનાં થોડા દિવસો બાદ જ નોટિસ જાહેર કરવામાં આવી છે. આદેશનાં હેઠલ સવા બે કરોડની વસ્તીવાળા બેઇજિંગ શહેરમાં અમુક ખાસ પ્રકારની ગાડીઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

You might also like