બહેરામપુરાના રામ રહીમ ટેકરામાં ગેરકાયદે વીજ જોડાણોઃ કરન્ટથી યુવતીનું મોત

અમદાવાદ: શહેરના રામરહીમના ટેકરા પર ગઇ કાલે બપોરે ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવવા માટે ગયેલી પરિણીત યુવતીનું કરંટથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવતીના કરંટ લાગતાં થયેલા મોતના મામલે સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

રામરહીમના ટેકરા પર રહેતી 28 વર્ષીય શા‌િહન જાંબુવાલાના પતિનું દસ વર્ષ પહેલાં મોત થયું હતું. ત્યારબાદ તે તેના દિવ્યાંગ બાળક સાથે સાસરીમાં રહેતી હતી. છ મહિના પહેલાં શા‌િહને સમાજના રીત‌િરવાજ પ્રમાણે તેના જેઠ યુસુફ જાંબુવાલા સાથે લગ્ન કરી લીધાં હતાં. ગઇ કાલે બપોરે શા‌િહન ચા બનાવવા માટે ઇલેક્ટ્રિક સગડી પાસે ગઇ ત્યારે એકાએક કરંટ લાગતાં શા‌િહન જમીન પર પટકાતાં તેનું મોત નીપજ્યું હતું.

શાહિનના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને લોકોનાં ટોળાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યાં હતાં અને ગેરકાયદે વીજ પુરવઠો પૂરો પાડતા શખ્સો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માગણી કરી હતી. રામરહીમના ટેકરા પર રહેતા સ્થાનિકોએ આક્ષેપ કર્યાે છે કે સલીમ અને તેનો ભાઇ દર મહિને 300 રૂપિયા લઇને રામરહીમના ટેકરા પર આવેલાં પાંચ હજાર કરતાં વધારે મકાનોમાં ગેરકાયદે લાઇટનાં કનેકશન આપે છે.

સ્થાનિકોએ ટોરેન્ટ પાવર તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે વીજ કનેક્શન મામલે લે‌િખતમાં ફરિયાદ પણ કરી છે તેમ છતાંય કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોેએ જણાવ્યું છે કે ગેરકાયદે વીજળીમાં કરંટ લગવાથી ન‌િગના મસ્જિદ પાસે બે વ્યકિતઓ તેમજ સંતોષીનગરમાં બે વ્યકિતઓનાં અગાઉ મોત થયાં છે ત્યારે વધુ ગઇ કાલે શા‌િહનનું વધુ એક મોત નીપજ્યું છે. દાણીલીમડા પોલીસે શાહિનના મોત પર અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

શાહિનના પતિ યુસુફભાઇએ જણાવ્યું છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી વીજ કનેક્શનમાં ફોલ્ટ હોવાથી અમે સલીમને રજૂઆત કરી હતી, જોકે તે અંગે કોઇ કામ નહીં કરતાં શાહીનનું મોત થયું છે. કે ડિવિઝનના એસીપી ચિંતન તારૈયાએ જણાવ્યું છે કે શા‌િહનના મોતના મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગેરકાયદે વીજ કનેક્શનના મામલે ટોરેન્ટ પાવરને જાણ કરી દેવામાં આવી છે. ટોરેન્ટ તેમજ એફએસએલની ટીમ પોલીસને સાથે રાખીને સ્થળ તપાસ કરશે અને ટોરેન્ટ પાવરના ‌િરપોર્ટ બાદ સલીમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like