બેંગ્લુરૂમાં જાહેરમાં યુવતીનું અપહરણ: કોઇ ન આવ્યું મદદે

બેંગ્લોર : બેંગ્લોરમાં યુવતીનું અપહરણ કરીને તેની છેડતી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ઘટનાને દસ દિવસ જેટલો સમય થઇ ગયો છે. સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઇ હોવા છતા પોલીસ હજુ આરોપીઓને ઝડપી શકી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર 23મી એપ્રિલની રાત્રે સાડા નવની આસપાસ કતરીગુપ્પે વિસ્તારમાં બની હતી. 22 વર્ષીય પીડિતા જ્યાં તરીકે રહેતી હતી.તેની બહારથી જ એક વ્યક્તિ દ્વારા તેનું અપહરણ કરી જવામાં આવ્યું હતું.

અપહરણકર્તા તેને નજીક બનેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે છેડતી કરી તેનાં પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જો કે સદભાગ્યે યુવતીએ યુવકનાં હાથ પર બચકું ભરીને ભાગવામાં સફળ રહી હતી. સૌથી ચોકાવનારી બાબત છે કે જ્યારે યુવતીનું અપહરણ થયું ત્યારે આસપાસ ઘણા લોકો ઉભા હોવા છતા પણ કોઇ તે યુવતીને બચાવવા માટે આવ્યું નહોતું. જેનાં પગલે હાલ મીડિયામાં આ વીડિયોની ટીકા ટીપ્પણી થઇ રહી છે.

સમગ્ર ઘટનાક્રમ પીડિતાનાં પેઇંગ ગેસ્ટનાં સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પીડિતાનો આરોપ છે કે પીજીનાં માલિકે તેને ફરિયાદ નોંધાવતા અટકાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દસ દિવસ થયા હોવા છતા હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જો કે વીડિયો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ વિવાદમાં ઝુંકાવ્યું છે. તેણે પોલીસને આરોપીને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.

You might also like