મદદની માંગણી કરી હતી, લોનની નહીંઃ માલ્યા

નવી દિલ્હીઃ દેશમાંથી ભાગી છૂટેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સના પતન માટે સરકારી નીતીઓ અને આર્થિક પરિસ્થિતીઓ બાબતે સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યાં છે. માલ્યાએ કહ્યું કે સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાને સંકટમાંથી ઉગારવા માટે પ્રજાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ સૌથી મોટી અને સ્થાનીક એરલાઇન્સને બચાવવા માટે કોઇ જ મદદ કરવામાં ન આવી.

માલ્યાએ પોતાના બચાવમાં અનેક ટ્વિટર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ લોન ન હતા ઇચ્છતા, પરંતુ સરકારી નીતીઓમાં પરિવર્તન લાવીને તેમની મદદ કરે તે ઇચ્છતા હતા. તેમણે એર ઇન્ડિયાને આપેલા પબ્લિક ફંડ પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કિંગફિશર એર લાઇન્સ જ્યારે ડૂબી ત્યારે તેલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ હતી. જ્યારે ડોલર સામે રૂપિયો નબળો હતો. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ હતી.

અન્ય એક ટ્વિટરમાં માલ્યાએ લખ્યું છે કે તેનાથી સૌથી મોટી સ્થાનિક એરલાઇન્સ કિંગફિશર સૌથી ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. તેમણે કહ્યું છે કે સરકારે એરઇન્ડિયા માટે બેલ આઉટ પેકેજ આપ્યું. પરંતુ કિંગફિશર માટે કાંઇ જ નહીં. માલ્યાએ કહ્યું છે કે તેઓ નીતિમાં પરિવતન ઇચ્છતા હતા પરંતુ તેમ ન થયું.જેના કારણે તેમની એરલાઇન્સની હાલત આવી થઇ. માલીયાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે તેમણે મદદ માંગી હતી. લોન નહીં.

http://sambhaavnews.com/

You might also like