વિદ્યા બાલનની ‘બેગમ જાન’ નું ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી વિદ્યાની ગત ફિલ્મ કહાની 2 હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરા શકી નથી. હાલમાં વિદ્યાએ આ ફિલ્મ તરફથી પોતાનું ધ્યાન હટાવીને પોતાની આવનારી પિલ્મ પર પૂરું ફોકસ કરી લીધું છે. વિદ્યા બાલન પોતાની વધુ એખ ફિલ્મ લઇને આવી રહી છે જેની પહેલું લુક સામે આવી ગયું છે. આ ફિલ્મનું નામ છે બેગમ જાન. આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત નસીરુદ્દીન શાહ, ગૌહર ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

begam-jaan

ફોટામાં વિદ્યા બાલન ખાટલ પર સૂતેલી હુક્કી પીતી નજરે જોવા મળી રહી છે. એ જ ખાટલા પર ગૌહર ખાન પણ બેઠેલી છે. ‘બેગમ જાન’ વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘Rajkahiniની કહાની પર આધારિત છે. આ ફિલ્મની કહાની આઝાદી પહેલા થયેલા ભાગલા પડ્યા એ સમયની છે.

આ ફિલ્મમાં 11 અભિનેત્રી કામ કરી રહી છે. ‘બેગમ જાન’ નું નિર્દેશન નેશનલ એવોર્ડ જીચી ચૂકેલા ફિલ્મમેકર શ્રીજીત મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મમાં બંગાળી વર્ઝનને પણ શ્રીજીતએ જ ડાયરેક્ટ કરી હતી.

You might also like