મોદીની રેલી પહેલાં ઉ.પ્રદેશમાં ૫૦૦૦ કરોડની કેશ મોકલાઈ?

નવી દિલ્હીઃ એવા અહેવાલો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે કાનપુરમાં આયોજિત રેલી પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઉત્તર પ્રદેશમાં રૂ. ૫૦૦૦ કરોડની કેશ મોકલી દીધી છે. શનિવારે આરબીઆઈએ લખનૌ, કાનપુર અને વારણસી સહિત પૂર્વ યુપી માટે કેશ મોકલી હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના કેટલાક સાંસદોએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જણાવ્યું હતું કે કેશની અછતના કારણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં કેટલાક સમયથી લોકો કેશની ભારે અછતનો સામનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે જ કેશની અછતનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. ૫,૦૦૦ કરોડ મોકલી આપ્યા હતા. રિઝર્વ બેન્કે કાર્ગો વિમાન દ્વારા કેશ ઉત્તર પ્રદેશમાં પહોંચાડી હતી. હવે આ મામલે રાજકીય વિવાદ છેડાયો છે. કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાનપુરમાં રેલી હોવાથી સરકારે આ પગલું ઉઠાવ્યું છે. ભાજપનું કહેવું છે કે રિઝર્વ બેન્કનાં આ પગલાં સાથે વડા પ્રધાનની રેલીને કોઈ નિસબત નથી.

home

You might also like