આવતી કાલથી બે દિવસીય RBIની બેઠક પૂર્વે : આજે બેન્ક શેરમાં ચમકારો

અમદાવાદ: આજે પણ શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૩૯ પોઇન્ટના સુધારે ૩૩,૨૯૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧ પોઇન્ટના સુધારે ૧૦,૨૨૩ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. આવતી કાલથી શરૂ થઇ રહેલી બે દિવસીય આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક પૂર્વે આજે શરૂઆતે બેન્ક શેરમાં જોરદાર ખરીદી નોંધાઇ હતી.

મોટા ભાગના પીએસયુ બેન્ક શેરમાં એકથી ત્રણ ટકાનો શરૂઆતે ઉછાળો નોંધાયો હતો, જોકે વૈશ્વિક શેરબજારના પ્રેશરના પગલે આઇટી અને મેટલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી.

એસબીઆઇ, યસ બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટો કોર્પ અને બજાજ ઓટો કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો તો બીજી બાજુ વિપ્રો, અદાણી પોર્ટ્સ અને ઓએનજીસી કંપનીના શેરમાં શરૂઆતે એકથી ૧.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નીચા મથાળે એફઆઇઆઇ સહિત ક્રૂડની ખરીદીના પગલે બજારને સપોર્ટ મળ્યો છે.

પીએસયુ બેન્ક શેર અપ
ટકાવારીમાં વધારો આજે શરૂઆતે ભાવ
એસબીઆઈ ૨.૩૧ ૨૫૨.૩૦
બેન્ક ઓફ બરોડા ૪.૦૮ ૧૪૭.૮૦
પીએનબી ૨.૪૪ ૯૮.૭૦
આઈડીબીઆઈ ૨.૫૩ ૭૨.૯૦
બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૬૪ ૧૦૮.૩૦
સિન્ડિકેટ બેન્ક ૩.૬૪ ૫૮.૪૦
અલ્હાબાદ બેન્ક ૨.૩૨ ૫૦.૭૫
કોર્પોરેશન બેન્ક ૩.૫૬ ૩૨.૦૦

મેટલ સેક્ટરના શેર પીગળ્યા
ટાટા સ્ટીલ ૧.૦૨ ટકા
વેદાન્તા ૧.૩૧ ટકા
સેઈલ ૦.૮૨ ટકા
નેશનલ એલ્યુ. ૦.૫૯ ટકા
જિંદાલ સ્ટીલ ૦.૮૯ ટકા
હિંદાલ્કો ૦.૪૫ ટકા

You might also like