VIDEO: હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ માણવા પહોંચ્યા વિરાટની સાથે RCBના પ્લેયર્સ

IPLની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હૈદરાબાદમાં છે અને બિરયાનીનો સ્વાદ ના માણે, તેવું કઇ રીતે સંભવ છે, એમાં પણ સાથી પ્લેયરના ઘરની ફેમસ હૈદરાબાદી બિરયાની મળી જાય તો શું કહેવું. સનરાઇઝર્સ હૈદારબાદની વિરુદ્ઘ IPLની 39મી મેચ રમવા માટે વિરાટ કોહલીની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર હૈદરાબાદ પહોંચી ગઇ છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં શામેલ યુવા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજના ઘર પર બિરયાની માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ ત્યારે કેપ્ટન સહિત લગભગ તમામ પ્લેયર્સ બિરયાનીનો સ્વાદ માણવા પહોંચી ગયા હતા. કેપ્ટન વિરાટ કોહલીના એક ફેન પેજ દ્વારા સોશ્યલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી સહિત અન્ય પ્લેયર્સની સાથે મોહમ્મદ સિરાજના ઘરની બિરયાનીનો સ્વાદ માણી રહ્યા છે.

 

@virat.kohli at Mohammed Siraj ‘s Home . #ViratKohli

A post shared by Virat Kohli 2.0 🔵 (@_captain_kohli_lovers) on

ઉલ્લેખનીય છે કે, RCB માટે 2018માં કઇ ખાસ ના રહ્યો, જો ટીમને પ્લે ઑફમાં પહોંચવું હશે તો તેમને તમામ મેચમાં શાનદાર પરફૉર્મન્સ આપવાનું રહેશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 9 મેચ રમી, જેમાં તે માત્ર 3 મેચમાં જીત મેળવી છે અને બાકીની તમામ મેચમાં હાર મેળવી છે. પૉઇન્ટ ટેબલ પર બેંગ્લોર 6માં સ્થાન પર છે.

You might also like