રિફંડ પેમેન્ટ GSTની અમલવારી પહેલાં કરોઃ CBEC

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમે અધિકારીઓને જણાવ્યું છે કે લાંબા સમયથી વિલંબમાં પડેલા રિફંડના કેસનો નિકાલ જીએસટીની અમલવારી પહેલાં કરો, જેના કારણે વિભાગ ઉપર કાર્યબોજનું ભારણ હળવું થઇ શકે એટલું જ નહીં વેપારીઓની મુશ્કેલીઓ પણ હળવી થાય.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમના ચેરમેન નજિબ શાહે જણાવ્યું કે સરકાર આગામી એપ્રિલ ૨૦૧૭થી જીએસટીની અમલવારી કરવા જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. જે માટે નિયમો ઘડવામાં પણ આવી રહ્યા છે. જે માટે કસ્ટમ વિભાગમાં લાંબા સમયથી પેન્ડિંગ કેસનો ઉકેલ લાવવો એ ખૂબ જ જરૂરી છે. વિલંબમાં પડેલ રિફંડ પેમેન્ટ તથા ડ્યૂટી ડ્રો બેક જેવા કેસનો ઉકેલ લાવવાથી વિભાગ જીએસટી માટે ઝડપી કામગીરી કરી શકશે.

You might also like