વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ, ચૂંટણી પહેલા જાફરાબાદ નગરપાલિકામાં કેસરિયો લહેરાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલા જ ભાજપ માટે ખુશીના સમાચારો મળી રહ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીના જિલ્લા એવા અમરેલીમાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાના 6 વોર્ડમાં ભાજપના સભ્ય બિનહરીફ વિજેતા બન્યા છે.

માત્ર વોર્ડ-7માં જ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મહત્વનું છે કે ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. હિરા સોલંકીએ સપાટો બોલાવી 6 વોર્ડના ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવી દીધા છે.

ભાજપની જીત થતાં કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી.

You might also like