સૂતા પહેલા ગુસ્સો અને ઝઘડો કરવાથી ઊંઘ ખરાબ થાય છે

મગજની અવસ્થા કેવી છે તેની અસર ઊંઘ પર સીધી પડે છે. સાઈકોલોજિસ્ટો કહેતા હોય છે કે સૂતા પહેલા કોઈ વાતે પતિ-પત્નીએ દલિલો કે ઝઘડા ન કરવા જોઈએ. એમ કરવાથી સંબંધો બગડે છે. જોકે સંબંધો બગડે છે તેનું કારણ છે કે ગુસ્સો અને ઝઘડો કર્યા પછી વ્યક્તિનું મગજ અશાંત થઈ જાય છે. મગજમાં અચાનક જ વિચારોની થેલી ચઢતી હોવાથી ઊંઘમાં સરી પડવામાં અડચણ પેદા થાય છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે ઊંઘ માટે મગજ શાંત થવું મહત્વનું છે, પરંતુ ગુસ્સો કે ઉગ્ર વાદ-વિદદને લીધે હાર્ટરેટ વધી જાય છે અને મગજ ઊંઘી શકતું નથી.

You might also like