ઓડ ઇવન ફોર્મૂલા અંગે દિલ્હી સરકારની તડામાર તૈયારી

નવી દિલ્હી : 15 એપ્રીલથી રાષ્ટ્રીય રાજધાનીમાં ઓડ ઇવન યાજનાનું બીજુ ચરણ લાગુ થવા માટે જઇ રહ્યું છે. આ યોજનાની તૈયારીઓનાં મુદ્દે આજે અંતિમ સમીક્ષા બેઠક પણ થઇ. જેમાં પરિવહન મંત્રી ગોપાલ રાય સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ યોજના અંગે જાણકારી આપતા ગોપાલ રાયે જણાવ્યું કે દિલ્હી સરકારે આ યોજનાનાં મુદ્દે પૂરી તૈયારીઓ કરી લીધી છે. શુક્રવારથી દિલ્હીમાં લાગુ થવા ડઇ રહેલી ઓડ ઇવન ફોર્મ્યુલા પહેલા ઓડ ઇવન પ્રિપેરેશન પ્લાન પણ બહાર પાડવામાં આવ્યો છે.

આ પ્રિપેરેશન પ્લાનમાં પોલીસ, સરકારનાં અન્ય વિભાગો અને દિલ્હી મેટ્રોનાં વિવિધ વિભાગો અંગેનો વિસ્તૃતત અહેવાલ અને માહિતી આપવામાં આવી છે. પરિવહન વિભાગે કુલ 588 લોકોની એક મોટી એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી છે. જેને આખા દિલ્હીમાં ગોઠવવામાં આવશે. આખા દિલ્હીને જોનમાં વહેંચી નાખવામાં આવ્યું છે. દરેક ઝોનમાં 10 વ્યક્તિની એક ટીમ ગોઠવાશે. આ સાથે જ 20 લોકોનું એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ ટીમ બનાવાઇ છે. જે ઇમરજન્સિની પરિસ્થિતીમાં કામ કરશે.

ગોપાલ રાયે જણાવ્યું કે ઘણા સમયથી લોકો પુછો કાર એપ ડાઉનલોડ કરી રહ્યા છે. આ યોજના હેઠલ પૂછો કાર એપથી ઘણી મદદ થઇ શકે છે. તે ઉપરાંત પૂછો ડ્રાઇવર એપ અને પૂછો ઓટો ટેક્સી એપ દ્વારા પણ લોકોની ઘણી સુવિધા મળી શકે છે. આ એપ દ્વારા લોકો કાર પૂલિંગ દ્વારા પણ પોતાનાં નક્કી સ્થળ સુધી પહોંચી શકે છે. સીએનજી સ્ટીકર યોજના દરમિયાન પણ મળશે. જે લોકો અત્યાર સુધી પોતાની ગાડી માટે સીએનજી સ્ટીકર નથી લઇ શક્યા તે યોજના દરમિયાન પણ સીજીઓ કોમ્પ્લેક્સ દ્વારા સીએનજી સ્ટીકર લઇ શકે છે. ત્યારે બીજી તરફ પ્રદૂષણને માપવા માટે 21 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાંથી વાતાવરણનું મોનિટરિંગ કરાશે.

You might also like