એન્કાઉન્ટરમાં ઠાર થતા પહેલા વાનીએ કરી હતી હાફીઝ સાથે વાત

ઇસ્લામાબાદ : કાશ્મીરમાં સુરક્ષા દળોની સાથે ધર્ષણમાં મરેલા હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદી બુરહાન વાનીનું બુરહાન વાનીનાં મુંબઇ હૂમલાના માસ્ટર માઇન્ડર અને જમાદ ઉદ દાવાનાં ચીફ હાફીઝ સઇદ સાથે કનેક્શન હતું. મરતા પહેલા બુરહાન વાનીએ હાફિઝ સઇદ સાથે વાત કરી હતી. હાફિઝ સઇદે પાકિસ્તાનનાં ગુજરાવાલામાં એક રેલી દરમિયાન દાવો કર્યો હતો.

હાફિઝે બુધવારે એવો પણ ખુલાસો કર્યો કે કાશ્મીરની અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીએ તેને ફોન કરીને કાશ્મીર આવવા માટે કહ્યું હતું. હાફીઝે દાવો કર્યો કે આસિયાએ ફોન કરીને તેની સાથે 15 મિનિટ વાત કરી હતી જેમાં તેણે હાફીઝને ભાઇ તરીકે સંબોધ્યો હતો. જેનાં જવાબમાં મે કહ્યું હતું કે મારી બહેન ચિંતા ન કરીશ અમે આવી રહ્યા છીએ. સઇદે આગળ કહ્યું કે શહાદતનાં થોડા દિવસો પહેલા જ વાનીએ મારી સાથે ફોન પર ચર્ચા કરી હતી.તેણે કહ્યું કે તમારી સાથે ફોન પર વાત કરવાની ઇચ્છી હતી. હવે તે ઇચ્છા પણ પુરી થઇ ચુકી છે. હવે માત્ર શહાદતની ઇચ્છા છે.

બુરહાન જે ઓફરેશ પર કામ કરી રહ્યો હતો તેની માહિતી આપવા ફોન કર્યો હતો. તેણે મારી સાથે ભારતીય સેનાને હરાવવાની યોજના અંગે ચર્ચા કરી હતી. બુરહાન વાનીનો સંપર્ક પાકિસ્તાનમાં હિઝબુલ મુજાહિદ્દીનનાં ચીફ સૈયદ સલાહુદ્દીન તથા લશ્કરનાં કેટલાક કમાન્ડરો સાથે હતો. ત્યાર બાદ ભારતની સુરક્ષા એજન્સીઓએ બુરહાનનાં કોલ રેકોર્ડની તપાસ કરી હતી. તેનાં પરથી ભાળ મળી કે એન્કાઉન્ટર પહેલા બુરહાનનાં નંબરથી પાકિસ્તાનમાં કેટલાક કોલ કરવામાં આવ્યા હતા. હોઇ શકે છે કે તેમાંથી કોઇ નંબર હાફીઝનો હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાનીનાં મોત બાદ સઇદ કેટલીક રેલીઓ કરી ચુક્યું છે. એક અઠવાડીયા પહેલા પીઓકેમાં બુરહાનની યાદમાં આયોજીત રેલીમાં હાફીઝ સઇદ હિજબુલ મુજાહિદ્દીનનાં ચીફની સાથે એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

You might also like