ડાયેટ શરૂ કરતાં પહેલાં આટલી વાતોનું ધ્યાન રાખો

પોતાના સ્વાસ્થ્યને લઇને દરેક વ્યક્તિ ચિંતાતુર હોય છે. એટલા માટે કેટલાક લોકો તો ડાયેટને પણ ફોલો કરવાનું શરૂ કરી દે છે. જોકે કેટલીક વખત ડાયેટ હેલ્થ પર ખરાબ અસર કરી શકે છે. તો આવો જાણીએ ડાયેટને લઇને આપણે કેટલી ભુલો કરીએ છીએ.

ખાવાનું ઓછું તો વજન ઓછું
મોટા ભાગના લોકો એવું માને છે કે વજન ઓછું કરવા માટે ખોરાક ઘટાડવો જોઇએ. જોકે ડાયેટિંગ માટે આ સૌથી મોટી ભુલ હશે. વ્યક્તિએ દિવસમાં બે થી ત્રણ વખત વ્યવસ્થિત રીતે ખાવું જોઇએ અને હેલ્ધી સ્નેક્સ પણ લેવો જોઇએ.

વ્યાયામ પણ ખુબ જરૂરી
જો તમે ઘણાં સમય બાદ વ્યાયામ કરવાનું શરૂ કરતાં હોવ તો એકદમ ટ્રેડ મીલ પર દોડવું તમારા માટે હાનિકારક બની શકે છે. તેનાથી જીવનભર રહેનારું દર્દ તમને જકડી લેશે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે જેટલો વ્યાયામ કરીશું એટલા સ્વસ્થ રહીશું. જોકે આ ધારણા ખોટી છે. તેના કરતાં તમે રોજ 45 મિનિટ સુધી દોડો તો તે વધારે સારું રહેશે.

મીઠાનું સંતુલન
મોટાભાગના લોકો એવું વિચારે છે કે મીઠું ઓછું ખાવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. તેથી તેઓ ફળ, દૂધ કે જ્યુસ પર નિર્ભર રહે છે. જે ખરેખર ખોટો આઇડિયા છે. તેનાથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસની પણ ફરિયાદ રહે છે. એટલા માટે રોજ ચાલતી તમારી ડાયેટને ચાલવા દો. અઠવાડિયામાં એક વખત મીઠા વિનાના ફળ, સલાડ તેમજ દૂધ લઇ શકો છો.

સમય પર ભોજન કરો
ભોજનનો સમય નક્કી કરી લો. વજન ઓછું કરવા માટે તમે જેટલી કેલરી ઓછી કરવાનો પ્રયત્ન કરો છો એટલી જ વધી જાય છે. દિવસમાં ગમે ત્યારે ચિપ્સ, સ્નેક્સ અને નમકીન ખાવાનું શરૂ કરી દો છો તેનાથી તમારા પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી આ વાતને નજરઅંદાજ ના કરશો.

રાત્રે સુતી વખતે ખાવું યોગ્ય નથી
રાત્રે જમી લીધા બાદ ચાલો ચા કે કોફી પીએ અથવા મેગી ખાઇએ તે યોગ્ય નથી. તેની જગ્યાએ ગ્રીન ટી, ગરમ પાણી અથવા ગરમ દૂધ લેવું વધારે ફાયદાકારક રહેશે. તેનાથી તમારી સિસ્ટમને પણ આરામ મળશે.

હળવો નાસ્તો કરો
સાંજ પડે એટલે કંઇ પણ વિચાર્યા વિના નાસ્તો કરવાનું શરૂ કરી દઇએ છીએ. તેવા સમયે બિસ્કીટ કે નમકીન ખાવા કરતાં વધારે સારું રહેશે કે શેકેલા ચણા અથવા સ્વીટકોર્ન વગેરે લઇએ.

You might also like