બજેટ પૂર્વે કેટલીક કંપનીઓ IPO લાવવાની તૈયારીમાં

અમદાવાદ: આગામી ફેબ્રુઆરીના અંતમાં કેન્દ્ર સરકારનું બજેટ છે. તે પૂર્વે અર્ધો ડઝન કંપનીઓ આઇપીઓ લાવવાની વેતરણમાં છે. ઓટો કંપનીઓ માટે પાર્ટ્સ બનાવતી પ્રિસિસન કેમસાફ્ટ્સ ટૂંક સમયમાં રૂ. ૪૫૦ કરોડનો આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે એટલું જ નહીં લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક તથા પરાગ મિલ્ક ફૂડ્સની ફેબ્રુઆરીના મધ્યમાં આઇપીઓ લાવવાની કાર્ય યોજના છે. બજારનાં જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીઓ એવા સમયે આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે કે જ્યારે શેરબજાર ૨૦ મહિનાના નીચલા સ્તરે છે એટલું જ નહીં વિદેશી સંસ્થાગત રોકાણકારો પણ નબળા સેન્ટિમેન્ટને પગલે ભારે લેવાલ કરી રહ્યા છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સેકન્ડરી બજરમાં નરમાઇ જોવા મળી રહી છે, પરંતુ મજબૂત આઇપીઓ લાવનારી કંપનીઓ માટે શેરબજારનો પ્રતિકૂળ સમય કોઇ મહત્ત્વ રાખતો નથી. એટલું જ નહીં પાછલા કેટલાક આઇપીઓમાં લિસ્ટિંગ સાથે રિટેલ રોકાણકારોને મળેલાં ઊંચા રિટર્નને કારણે આઇપીઓ લાવનાર કંપનીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે.

You might also like