બેફિક્રેનું પ્રથમ ગીતી રિલીઝ, 3 મિનિટના ગીતમાં 25 કિસ

મુંબઇઃ રબને બનાદી જોડીના આઠ વર્ષ બાદ આદિત્ય ચોપરા ફરી એક વખત રાઇટ, ડાયરેક્ટર બનીને ચોથી ફિલ્મ બેફિક્રે લઇની આવી રહ્યાં છે. થોડા મહિના પહેલાં પેરિસમાં જ્યારે તેનું શૂટિંગ થઇ રહ્યું હતું. તે દરમ્યાન ફિલ્મનું પ્રથમ પોસ્ટર રજૂ કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં રણવીર અને વાણી એક બીજાને કિસ કરતા જોવા મળે છે. ફિલ્મના તમામ પોસ્ટરમાં રણવીર અને વાણી એકબીજાને કિસ કરતા જોવા મળે છે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હતો કે આખરે આ રીતના પોસ્ટર રિલીઝ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે.

ત્યારે આદિત્ય ચોપરાએ તેનો જવાબ ફિલ્મના પ્રથમ ગીત “લબો કા કારોબાર” રિલીઝ કરવા સાથે આપ્યો છે. લગભગ 3 મિનિટના આ ગીતમાં 25 અલગ અલગ જોડિયો દ્વારા કિસ કરતી દર્શાવામાં આવી છે. જો કે આ ગીતમાં ફિલ્મની લીડ જોડીને દર્શાવવામાં આવી નથી.

You might also like