ખરતા વાળને રોકવામાં મદદ કરશે બીટ

ઘણી વખત શરીરમાં કેટલાક વિટામીન અને અન્ય પોષક તત્વોની ઉણપને કારણે અથવા તો હાર્મોન્સ અસંતુલિત થવાને કારણે કાંતો વધારે પડતાં તણાવને કારણે વાળ ખરવા લાગે છે. વાળને ખરતાં રોકવા માટે બીટના કેટલાક નુસખા અજમાવી જુઓ.

બીટમાં એવા પોષક તત્વો રહેલા છે જેની શરીરમાં ઉણપ થતાં વાળ ખરવાની શરૂઆત થઇ જાય છે. બીટમાં વિટામીન સી, આયરન, વિટામીન બી6, મેગ્નેશિયમ અને પોટેશિયમ પુરતા પ્રમાણમાં મળી રહે છે. સો ગ્રામ બીટમાંથી દોઢ ગ્રામ પ્રોટીન મળી રહે છે. વિવિધ પ્રકારની પોષક તત્વોથી ભરેલું બીટ માથાના સ્કાલ્પમાં સંક્રમણને પણ રોકે છે.

બીટનો જ્યુસ તણાવ ઓછો કરવા માટે પણ મદદરૂપ છે જે વાળ ખરવા માટેનું મુખ્ય કારણ છે.
કેવી રીતે કરશો બીટનો ઉપયોગ?

– બીટનો પ્રયોગ અનેક રીતે થઇ શકે છે. તમે ઇચ્છો તો તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો અથવા તો તેને સલાડના રૂપમાં પણ લઇ શકો છો. જોકે જ્યુસ પીવો સૌથી વધારે ફાયદાકારક રહેશે.

– બીટના જ્યુસની સાથે પાલક અને ગાજરનો જ્યુસ પીવાથી વાળ માટે વધારે ફાયદાકારક સાબિત થશે. આ ત્રણેય જ્યુસને સાથે મિક્સ કરીને પણ પી શકાય છે.

– જો તમને જ્યુસ પસંદ ન હોય તો બીટનું સલાડ બનાવીને ખાવ. પરંતુ હા તેને ખુબ ચાવીને ખાવ.

– બીટમાં લીંબુનો રસ અને મીઠું નાંખીને ખાવાથી પણ ફાયદાકારક રહે છે. લીંબુમાં વિટામીન સી હોવાથી તે ઇન્ફેક્શથી બચાવે છે.

– બીટને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં હેર માસ્કની જેમ લગાવો તેનાથી પણ તમને ફાયદો મળશે.

You might also like