ચાખી છે તમે કદી બીટની લસ્સી..તો નોંધી લો રેસિપી

સામગ્રી:
બીટ – 1
ખાંડ – 1 ટી સ્પૂન
દહી – 1 કપ
કાળુ મીઠું – એક ચપટી
જીરા પાવડર – એક ચપટી
ઇલાયચી પાવડર – એક ચપટી
કાજુ – 4થી 5
મધ – સ્વાદ અનુસાર

બનાવવાની રીત: બીટને છોલીને કાપીને બાફી લો અને અલગ મુકી રાખો. હવે તેમાં દહી, ખાંડ, સંચળ, જીરુ પાવડર, ઇલાયચી પાવડર અને મીઠુ નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ બાફેલા બીટને પીસીને તેને દહીના મિશ્રણમાં ભેળવી દો. હવે આ લસ્સીને ફ્રિજમાં મુકી દો. હવે જ્યારે પણ તમામે લસ્સી પીવી હોય ત્યારે તેને ફ્રિજમાંથી કાઢીને તેમાં કાજુ અને મધ ભેળવીને સર્વ કરો.

You might also like