ખરાબ સંબંધોને છોડવા હેલ્થ માટે સારું

જે સંબંધોની ગુણવત્તા સારી ન હોય અથવા જેમાંથી તમને માત્ર ઝઘડા, અસંતોષ અને તાણ મળતા હોય તેવા સંબંધોમાં ઝડપથી છૂટકારો લઈ લેવો જોઈએ. અાવા સંબંધો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ બગાડે છે. હાઈ ક્વોલિટી, સંતુષ્ટી અને સમજણભર્યા સંબંધો યંગ લોકોને ફિઝિકલી અને મેન્ટલી વધુ ફિટ રાખે છે. સંશોધકોનું કહેવું છે કે તાણભર્યા અને અસંતુષ્ટીભર્યા સંબંધોમાં રહેવા કરતા વ્યક્તિએ સિંગલ રહેવું વધુ હેલ્ધી છે. જ્યારે લોન્ગટર્મ સંબંધો હોય ત્યારે તેમાં વ્યક્તિ અારામદાયક અને શાંતિ અનુભવે તે ખૂબ જરૂરી છે.

You might also like