સુપર મોમ બનોઃ ટિસ્કા

ટિસ્કા ચોપરા હાલમાં પોતાની શોર્ટ ફિલ્મ ‘ચટની’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેણે અા ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે. અા ફિલ્મમાં તેણે એક ગૃહિણીની નોન ગ્લેમરસ ભૂમિકા ભજવી છે. દાંપત્ય જીવનથી લઈને એવા ઘણા મુદ્દા અા ફિલ્મમાં ઉઠાવાયા છે, જેના પર ખાસ કરીને ભારતીય પરિવારોમાં ખૂલીને વાત થતી નથી. ટિસ્કા એક માતા છે અને તેને લાગે છે કે અાધુનિક માતાઅોઅે લાઈફસ્ટાઈલ તથા ઘર વચ્ચે સંતુલન બનાવવા પર વધુ જોર અાપવું જોઈઅે.

ટિસ્કા કહે છે કે પેરે‌િન્ટંગ અંગે કેટલીક કમાલની વાતો છે, પરંતુ તેને અેકદમ યોગ્ય કરવાના ચક્કરમાં જરૂરિયાત કરતાં વધુ પ્રયાસ પણ ન કરવા જોઈઅે. મારી માતાઅે મને સલાહ અાપી હતી કે તું તારાં બાળકોનું ધ્યાન રાખજે, પરંતુ સાથે તારા શોખનું પણ ધ્યાન રાખજે. ખાલી કપમાંથી કોઈને કંઈ ન અાપી શકાય. પહેલાં તેને ભરવો પડે. માતા બન્યા બાદ કેટલીક મહિલાઅો બધું જ છોડીને બેસી જાય છે, જે યોગ્ય નથી. અા રીતે તમે તમારી દીકરીને શું શિખવાડશો. બાળકો ઉદાહરણથી શીખે છે. તમને જોઈને જ તેમનામાં ઘણી બધી અાદતો અાવતી હોય છે. તેથી બાળકો સામે ક્યારેય તમારી નકારાત્મક છબી ન બનાવતાં, પરંતુ સુપર મોમ બનો.

home

You might also like