કાંકરિયા મિની ટ્રેનની ટિકિટમાં જીએસટીથી રૂ. સાતનો વધારો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા લેકફ્રન્ટના સહેલાણીઓએ જીએસટીની અમલવારીથી હવે એન્ટ્રી ફીમાં વૃદ્ધિ બાદ મિની ટ્રેનની સફર માણવા માટે રૂ.૭ સુધી વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

આવતા ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ સમક્ષ કાંકરિયા લેકફ્રન્ટ વિભાગ દ્વારા કાંકરિયામાં ચાલતાં અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસ પર ટિકિટના દરમાં ર૮ ટકા જીએસટી લાગુ થવાથી તેમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે. દરખાસ્ત મુજબ ૩ થી ૧ર વર્ષ સુધીના બાળકો માટે હવે પછી રૂ.૧૦ના બદલે રૂ.૧૩ ચૂકવવા પડશે. જ્યારે ૧ર વર્ષથી મોટી વ્યક્તિ માટે રૂ.રપના બદલે રૂ.૩રનો દર રખાવ્યો છે. શૈક્ષણિક પ્રવાસના ઉચ્ચતર માધ્યમિક સુધીના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ રૂ.૧૦ના બદલે રૂ.૧૩ અને ૧ર વર્ષથી મોટા કોઇ પણ વિદ્યાર્થી માટે રૂ.ર૦ના બદલે રૂ.ર૬ વસૂલવાની મંજૂરી મગાઇ છે.

કાંકરિયા લેકફ્રન્ટ પર સવારે ૧૦થી રાતના ૧૦ વાગ્યા સુધી બે મિની ટ્રેન દોડાવાય છે. દૈનિક આશરે ૩થી૪ હજાર સહેલાણી મિની ટ્રેનની મોજ માણે છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દર મહિને રૂ.૧પ લાખની કમાણી થાય છે. જે વર્ષે દહાદે અંદાજે એક કરોડ રૂપિયાની થાય છે. જો કે જીએસટીની અમલવારી બાદ તંત્રની કમાણીમાં કોઇ વધારો થવાનો નથી.

http://sambhaavnews.com/

You might also like