૨૦૧૮ના ફૂટબોલ વર્લ્ડકપનો મેસ્કોટ બન્યો ‘વરુ’

મોસ્કોઃ વર્ષ ૨૦૧૮માં રશિયામાં ૧૪ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યોનારા ફિફા વર્લ્ડકપના મેસ્કો તરીકે વુલ્ફ એટલે કે વરુની પસંદગી કરવામાં આવી છે. મેસ્કોટની પસંદગી માટે લોકોએ મતદાન કર્યું હતું અને તેના પરિણામની જાહેરાત ગઈ કાલે ટીવી ચેનલ્સ મારફત કરવામાં આવી હતી. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ના મેસ્કોટનું નામ હશે ‘ઝાબિવાકા’. રશિયન ભાષામાં આ નામનો અર્થ થાય છે સ્કોર કરનાર. મેસ્કોટની પસંદગી માટેનું અભિયાન એપ્રિલ-૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું હતું અને મતદાન ફિફાની સત્તાવાર વેબસાઇટ, સોશિયલ નેટવર્ક અને ટીવી શો દ્વારા ૨૩ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને ગત ગુરુવારે એ મતદાન પૂર્ણ થયું હતું.

મતદાનમાં સૌથી વધુ ૫૩ ટકા (૫,૩૭,૫૨૨) મત સાથે વરુ મેદાન મારી ગયો હતો. ૨૭ ટકા (૨,૭૨,૦૧૨) મત સાથે ટાઇગર બી સ્થાને અને ૨૦ ટકા (૨,૦૭,૨૬૪) મત સાથે બિલાડી ત્રીજા નંબરે રહી હતી. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ માટે પસંદગી પામેલા મેસ્કોટ ઝાબિવાકાનું સર્જન તોમ્સ્ક સ્ટેટ યુનિવર્સિટીની ગ્રાફિક ડિઝાઇન કોલેજની સ્ટુડન્ટ યેક્તેરિના બોટારોવાએ કર્યું હતું.

You might also like