પહેલી વખત સંબંધ બનાવતા પહેલા રાખો આટલું ધ્યાન

લાઇફ સ્ટાઇલઃ બદલતા સમય સાથે આજકાલ યુવાનો સેક્સ એજયુકેશન મામલે જાણકારી મેળવવા માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. તેમાં ક્યારેક તેઓ કેટલીક ભૂલ પણ કરી બેસે છે. જે તેમના માટે આગળ જતા મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી જ પ્રથમ વખત સંબંધ બાંધતા પહેલાં કેટલીક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઇએ.

ઉત્તેજનાથી બચોઃ પહેલી વખત સંબંધ બનાવતી વખતે ઉત્તેજનાથી બચવું જોઇએ.આરામથી અને ઘૈર્યની સાથે તમે કોઇની પણ સાથે સંબંધ બાંધશો તો તમે વધારે આનંદિત થઇને તે અહેસાસને માંણી શકશો. તેથી જ કોઇ પણ પરિસ્થિતિમાં જબરજસ્તીથી સંબંધ બાંધવો ન જોઇએ.

પાર્ટનરની ઇચ્છાઓનું ધ્યાન રાખોઃ સંબંધ બાંધતી વખતે પાર્ટનરની ઇચ્છાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેની પસંદ અને નાપસંદનો ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી છે.

ભૂખ્યાની જેમ વ્યવહાર ન કરોઃ પ્રથમ વખત સંબંધ બાંધી રહ્યાં હોય ત્યારે જોરજબરજસ્તી ન કરવી જોઇએ. જો આમ કરશો તો તમારો સાથી તમારી માટે નેગેટિવ વિચારશે.

કોઇ પણ પ્રકારની દવાઓ ન વાપરોઃ યુવાનોને પહેલી વખત સંબંધ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇ પણ પ્રકારની દવાઓનો ઉપયોગ ન કરવો, કારણકે તેના ખૂબ જ સાઇડ ઇફેક્ટ છે. તેથી દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઇએ.

પ્રોટેક્શન રાખવાનું ન ભૂલતાઃ જો તમે કોઇની સાથે સંબંધ બાંધવા જઇ રહ્યાં છો તો તમારે પ્રોટેક્શનને પણ ન ભૂલવું જોઇએ. કારણકે આ રીતની ભૂલ તમારા માટે વણનોતરી મુશ્કેલી લાવી શકે છે.  તેથી જ પ્રોટેક્શન વગર સંબંધ ન બાંધવા.

You might also like