સુંદરતા વ્યક્તિત્વ અને હાસ્યમાં છુપાઈ છેઃ પરિણીતિ ચોપરા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા ૨૦૧૯માં ત્રણ નવી ફિલ્મો સાથે કમબેક કરશે. પરિણીતિનું માનવું છે કે મહિલાઓની અસલી સુંદરતા તેમના ચહેરા કે શરીર પર નિર્ભર કરતી નથી. તેણે કહ્યું કે માત્ર મહિલાઓ નહીં, કોઇ પણ વ્યક્તિની સુંદરતા તેના વ્યક્તિત્વ અને તેના હાસ્યમાં છુપાયેલી હોય છે.

હું એ લોકો તરફ આકર્ષાઉં છું, જે દિલ ખોલીને હસે છે. મને એ મહિલાઓ પસંદ છે, જે ખૂલીને જીવી શકે છે અને ખુદ પર કોઇ પણ પ્રકારનો બોજ લઇને ચાલતી નથી. બોડી શેમિંગને લઇ તેની ટીકા કરનારનો તે સખત વિરોધ કરે છે. તે કહે છે કે દરેક વ્યક્તિને તે જેવી હોય તેના પર ગર્વ હોવો જોઇએ.


પરિણીતિ કહે છે કે જે પણ કલાકારો વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અથવા જે કલાકારો સફળ થયા તેમાં સુંદરતા ન હતી. દરેક વ્યક્તિ પોતાની ટેલેન્ટના દમ પર ટકી શકે છે. શરૂઆતમાં મને પણ મારા લુક્સ માટે વખાણ સાંભળવા મળતાં ન હતાં. લોકો મારી ટીકાઓ કરતા હતા, પરંતુ ધીમે ધીમે સમય બદલાયો છે.

ફિલ્મોમાં દબાણ અને તણાવની વાત છે તો પરિણીતિ આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને તેનો એક હિસ્સો માને છે. તે કહે છે કે લોકો સમજતા નથી કે કલાકાર હોવું કેટલા પ્રેશરવાળું કામ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તણાવ ખૂબ જ છે, કેમ કે અહીં તમારાં દિલ-મગજ અને ભાવનાઓ ૨૪ કલાક ચાલતી રહે છે.

સ્ટ્રેસથી બચવાની સલાહ આપતાં પરિણીતિ કહે છે કે હું આ માટે ફરવા જતી રહું છું. ટીવી જોઉં છું અને જ્યારે સમય મળે ત્યારે ઘણું બધું સૂઇ લઉંં છું. આ બધી બાબત મને તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે. •

You might also like