બ્યુટી કોન્ટેસ્ટના ફાઈનલ રાઉન્ડમાં પહોંચેલી છોકરી તો છોકરો નીકળી

અરિનાનું મૂળ નામ એલી ડીએગિલેવ છે. થોડા વખત પહેલાં તે દોસ્તો સાથે ફીમેલ મોડલની બ્યુટી વિશે વાતો કરતો હતો. એલીનું કહેવું હતું કે પહેલાંના જમાનાની યંગ મોડલ્સ વ્યક્તિગત કરિશ્મા અને ઈન્ડિવિડ્યુઅલિટીને વધુ મહત્ત્વ આપતી હતી, જ્યારે હવે ફેશન, મેકઅપ અને હેરસ્ટાઈલથી મોડલ બની જાય છે. એલીનું કહેવું હતું કે હવે તો કોસ્મેટિક્સના કારણે કદરૂપો માણસ પણ બ્યુટીફૂલ દેખાઈ શકે છે.

આ વાતે દોસ્તો સહમત ન થયા એટલે એલીએ ચેલેન્જ લીધી કે મેકઅપ અને કોસ્મેટિક્સની મદદથી પોતાને બ્યુટીફૂલ ગર્લ તરીકે પ્રેઝન્ટ કરશે. આ વાતને પ્રૂવ કરવા માટે તેણે કઝાકિસ્તાનમાં થતી મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાન બ્યુટી કોન્ટેસ્ટ-૨૦૧૮ની સ્પર્ધામાં ભાગ લીધો. એલી ૧૭ વર્ષનો હતો ત્યારથી મોડલિંગ કરતો હતો અને એટલે તેનું ફિગર તો મેન્ટેન હતું જ.

જોકે એ પછી તેણે કોસ્મેટિક્સનો પ્રયોગ કરીને પોતાના બહારના લુકને એકદમ છોકરી જેવો કરી નાખ્યો, જોકે ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યા પછી તેણે એક વીડિયો રિલીઝ કર્યો અને પોતે છોકરો છે એ વાત જાહેર કરી અને આમ કરવાનું કારણ પણ ઉજાગર કર્યું.

You might also like