કુદરતી સુંદરતા માટે લગાવો ટામેટાથી બનેલો ફેસ માસ્ક

સ્વાસ્થ્ય બનાવવા માટે આપણ બધા ટામેટા ખાઇએ છીએ પરંતુ શું તમે રૂપ નિખાર અને સ્કીનની દેખભાળ માટે ટામેટાનો ઉપયોગ કર્યો છે?

ટામેટામાં કેટલાક એવા તત્વો મળી આવે છે જે સ્કીન માટે ફાયદાકારક હોય છે. આ તત્વો કુદરતી રીતે સ્કીન નિખારવાનું કામ કરે છે. વધતી ઉંમરના લક્ષણોને ઓછા
કરે છે અને સનસ્ક્રીનની જેમ સ્કીનની દેખભાળ કરે છે.

ટામેટામાં વિટામીન એ, સી અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સ્કીનને મુલાયમ બનાવે છે અને પોષિત કરવાનું કામ કરે છે. ટામેટાનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે.

તમે ઇચ્છો તો તમારી અનૂકુળતાએ ટામેટાનો ફેસ માસ્ક બનાવી શકો છો. ટામેટાનો ફેસ માસ્ક તૈયાર કરવો ઘણો સરળ છે. તમે તમારી જરૂરિયાત પ્રમણે કોઇ પણ ફેસ માસ્ક પસંદ કરી શકો છો.

ટામેટા અને છાશનો ફેસ માસ્ક
બે ચમચી ટામેટાના રસમાં 3 ચમચી છાશ મિક્સ કરી દો. તે બંનેનુ સારી રીતે મિશ્રણ કરીને ફેલ પર લગાવો. થોડાક સમય માટે તેને એમ જ રહેવા દો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને સાફ કરી લો. ટામેટા અને છાશના પેસપેકને નિયમિત લગાવવાથી ડાઘ ધબ્બાની સમસ્યા દૂર થઇ જાય છે.

ઓટમીલ, દહીં અને ટામેટાનો ફેસ માસ્ક
ઓટમીલ, ટામેટાનો રસ અને દહીં લઇ લો. આ દરેક વસ્તુને બરોબર મિક્સ કરી લો. આ પેસ્ટને ફેસ પર લગાવીને થોડાક સમય માટે એમ જ છોડી દો. ત્યારબાદ નવશેકા પાણીથી ફેસવોશ કરી લો. એકબાજુ ટામેટાનો ઉપયોગથી સ્કીનમાં નિખાર આવે છે તો ઓટોમીલ ડેડ સ્કીનને દૂર કરવાનું કામ કરે છે. દહીંથી ફેસ મોશ્યુરાઇઝ થઇ જાય છે.

ટામેટા અને મધનો ફેસ માસ્ક
એચ ચમચી ટામેટા અને મધ લઇ લો. આ બંનેને સારી રીતે મિક્સ કરી લો અને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી આ માસ્કને લગાવી રાખો. પછી નવશેકા પાણીથી ફેસ ધોઇ નાંખો. તેનાથી ચહેરા પર નિખાર આવી જશે.

You might also like